________________
વનસ્પતિ-જીવની હિંસા થાય છે અને તે વનસ્પતિમાં વળગી રહેલાં ઇતર જીવજંતુની પણ હિંસા થાય છે એવો આ ઉદ્દેશનો આશય હોય એમ લાગે છે.
શસ્ત્રપરિજ્ઞામાં લોક શબ્દ જીવોના આશ્રયસ્થાન તરીકે ગણાય છે. ૪.૩૨ મુજબ લોકનું અને આત્માનું અસ્તિત્વ નકારી શકાતું નથી (નેવ સર્ચ નો 1 અમીરૂલનના મત્તામાં માવ@ળના) આત્મવાદી લોકસત્તાને નકારે છે અને લોકવાદી આત્મસત્તાને નકારે છે, તેથી પાપકર્મ થાય છે, અને બંને તે પાપકર્મમાંથી છૂટતા નથી. કારણ કે લોકસત્તા નકારવામાં લોકમાં રહેતા જીવોના અસ્તિત્વ વિષે બેદરકારી થાય છે (થે તો નતિ પર
ત માની પુનઃ પુનઃ વશમાપદ્યતે કઠ ઉપનિષદ, ૧.૨.૬.) અને આત્મસત્તા નકારવામાં સર્વે પ્રાણીઓની હિંસા - થાય છે. (લોકવાદી અને આત્મવાદી માટે જુઓ શ્રાડર પૃ. ૩૮થી તથા પરથી.). લોક દુઃખથી ભરપૂર છે અને સાચું જ્ઞાન તેમાં થતું નથી. તેનાથી તો બંધન (થ = ગ્રંથ) થાય છે, મોહ થાય છે, પાપકર્મ થાય છે (૧૬) માટે મુનિએ કર્મની પરિજ્ઞા-વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે હિંસા કેવી રીતે થાય છે અને તે કેમ ટળે. પરિજ્ઞા એટલે શસ્ત્રનો અસમારંભ, જ્ઞાન, વિવેક (સત્યં મસમારંભમાં રૂતે બારેમાં પરિણાયા ભવતિ ૨.૧૬, ૩.૨૯, ૪.૩૮. ૫.૪૬, ૬.૫૩, ૭.૬૦) આથી કર્મસમારંભ ન કરવો, ન કરવા દેવો કે ન કરાવવો (૧.૪, ૨.૧૩, ૧૭, ૩.૨૪, ૩૦, ૪.૩૫, ૫.૪૩, ૪૭, ૬.૫૧, ૫૪, ૭.૫૮, ૬૧), તે જ મુખ્ય માર્ગ છે. અહીં સર્વત્ર પાપકર્મ ઉપર જ ભાર મૂકયો છે. આ પાપ કર્મો જીવને અનેક જન્મોની પરંપરા સાથે જોડે છે (સંતિ ૧.૬, સંધિ). સાધુઓને પોતાનાં દૈનિક કે નિત્ય-નૈમિત્તિક કર્મો તો કરવાનાં જ રહે છે (સરખાવો આવશ્યક ચૂર્ણિ, પૃ. ૯૭ ૩. મેષ પૂવર્તાત, અસુવુ નિવૃત્તિ). ભિક્ષુ થયા પછી ભિક્ષને તેના નિયમોનું પાલન આવશ્યક છે (અનુપાતિય૩.૨૦). તેણે સરળ સ્વભાવે, દગો કર્યા વગર વર્તવું જોઈએ (૩નુવાદે..મમયે કુષ્યને ૩.૧૯) અને ધર્મની આજ્ઞામાં (ભાગ-૩. ૨૨) રહેવું જોઈએ. આવા વિચારો આરુણિ ઉપનિષદ (૧.૫) અને પરમહંસ ઉપનિષદમાં (ર૪) માં આવે છે. મુમુક્ષુએ લોકમાં રહેલાં હિંસાનાં ક્ષેત્રોની વિચારણા કરવી જોઈએ અને તે રીતે અશસ્ત્રના (અહિંસા) ક્ષેત્રો પણ જાણી લેવા જોઈએ. આવા સદા અપ્રમત્ત અને સંયમી મુમુક્ષુને અહીં વીર કહીને પ્રશંસા કરી છે (૪.૩૨,૩૩). આ સૂત્રમાં પહેલી વાર નાન–પાસ; જેવો “શબ્દાડંબર” (cliche) આવે છે જે ઉત્તરકાલીન જૈન દર્શનશાસ્ત્રીઓ માટે વિવરણનો મોટો વિષય થઈ પડ્યો છે. (બાળરૂ–પાસરૂ નું પુનરાવર્તન આચાર .૨.૧.૭૧ તથા ૫.૬,૧૭૫માં થયું છે.). આચારના બ્રહ્મચર્યમાં “શબ્દાડંબર” (cliche) ની યોજના વિસ્તૃત થઈ તે પહેલાં
કીએસમસ” (chiasmas: “શબ્દોની ઊલટસૂલટ-ચોકડી x પ્રકારની રચના”) ની યોજના પ્રચલિત હતી, જેનો પ્રાચીન વૈદિક સાહિત્યમાં પણ પ્રયોગ થતો હતો.
શસ્ત્રપરિક્ષામાં બંધનના અર્થમાં ગુણ શબ્દનો પ્રયોગ થયો છે. રૂપ, શબ્દ, વગેરે ગુણના વિષયો છે. લોકો ગૃહસ્થાશ્રમમાં ગુણોથી અગુપ્ત (માત્ત, અસંરક્ષિત) રહે છે, તેઓ ગુણોથી આકર્ષાય છે અને ભ્રમિત થાય છે. (પ.૪૧). પ્રમત્ત થઈ ગુણોમાં રચ્યા રહેવું તેનું નામ હિંસા-દંડ (૪.૩૩), જે ગુણ છે તે આવર્ત-જન્મમરણના ફેરા છે ( પુછે છે માત્રટ્ટ ને વટ્ટ સે ગુને પ.૪૧- કીસમસ !). ગુણ શબ્દથી થતાં આવાં સાંસારિક વર્ણનો દ્વારા લોક શબ્દમાંથી સંસારની ભાવનાનો ઉદ્દભવ થતો જણાય છે. સંસારી - ગૃહસ્થ-દશામાં લોકો પોતાનું રક્ષણ કરવા કે ધર્મપાલન કરવા સમર્થ નથી, તેઓ તો ગુણોના આસ્વાદ માત્રમાં રચ્યા રહે છે. (TAસાતે...૫.૪૧). શસ્ત્રપરિજ્ઞામાં સંસાર શબ્દ અજ્ઞાત લાગે છે. પણ તેને અનુરૂપ પરિભાષામાં પ્રાચીન આવર્ત (માવટ્ટ- પ.૪૧ - જન્મમરણની ઘટમાળ) શબ્દનો પ્રયોગ થયો છે. બ્રહ્મચર્યનું લોકરિચય નામે બીજું અધ્યયન જણાવે છે કે અજ્ઞાન જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે (નાતીમાં અનુરિયાને ૨.૩.૭૭) કે દુ:ખોના આવર્તમાં - સંસારચક્રમાં - ભમ્યા કરે છે (દુલ્લામેવ માવઠું અણુરિયતિ ૨.૩.૮૦, ૨.૬.૧૦૫, સરખાવો ૫.૧.૧૫૧). કર્મસમારંભ
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ].
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org