________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર બના
[ ૭૫
જોઈ એ વેપારી દીકરાને કહે છે કે ‘આંખા ઉઘાડી રાખજે, દુકાન પર આવનારા બધાને શાહુકાર જ ન માનતા, ગ્રાહકનાં માઢાં જોજે, પગલાં જોજે, નૂર જોજે, માલદાર છે કે ભીખારી છે એ જોજે, કારણું કે આવનારા બધા શાહુકાર ન હેાય, એમાં ઉઠાઉગીર પણ આવે. ' દુકાને જતાં બાળકને આપ આટલું બધું કહે, એનું કારણ એ જ કે તે ઠગાય નહિ. તેમ આ ખાખતમાં પણ હિતકારીએ બધુ સ્પષ્ટ સ્પષ્ટ કહેવુ જોઈ એ. અસ્તુ.
હવે આવા ચાલુ વાત ઉપર. અજ્ઞાન હેાવાથી પિતાની આજ્ઞા મુજમ રૌહ્રિણેય ‘ ભગવાન શ્રી મહાવીરદેવની વાણી ન સભળાઈ જાય ’ એની પૂરતી સાવચેતી રાખે છે, પણ એવા સમય આવ્યે કે ભગવાન શ્રી મહાવીરદેવનું સમવસરણ રાજગૃહીના વૈભારગિરિ ઉપર મંડાઈ ગયુ અને ત્યાં રાજ યાજનગામિની વાણીથી દેશના આરભાઈ. આથી ખીજે કોઈ રસ્તા નહિ હેાવાને કારણે તે હાથ વડે કાનને બંધ કરીને જતેઆવતા હતા. પરન્તુ એક દિવસ સમવસરણની પાસે આવતાં જ પગમાં કાંટો વાગ્યે. એવા વાગ્યે કે તે કાઢવા સિવાય ચાલી શકાય નહિ. આ કારણથી કાંટા કાઢવા માટે હાથ કાનથી ખસેડયો. તે વખતે દેવતાઓનુ સ્વરૂપ સંભળાઈ ગયુ. જો કે તે પછી અધિક ન સંભળાય એ કારણથી તે એકદમ કાન ખંધ કરીને ચાલ્યા ગયા. અનિચ્છાએ પણ સંભળાયેલા એ દેવસ્વરૂપના ચેાગે એ ચાર મરણાંત આપત્તિમાંથી અચ્યા. કેમ ? લેાકોની ફરિયાદથી અને કોટવાળ કંઈ પણ ન કરી શકવાથી શ્રેણિક મહારાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમારે કોટવાળને એના ઉપાય બતાવતાં કોટવાળે ચારને પકડીને રાજા પાસે હાજર કર્યાં.
શ્રેણિક મહારાજા તેને નાશ કરવા તૈયાર થયા. મત્રીશ્વર કહે છે કે ‘ચારીના માલ વગર પકડાયેલે આ એકદમ નિગ્રહ કરવા ચેાગ્ય નથી માટે ગુના સામિત કર્યાં પછી નિગ્રહ કરવા યાગ્ય છે, ' પણ તે આછે જ કાચા હતા કે એમ ચાર તરીકે સામિત થઈ જાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org