________________
૬૮ ]
જીવન સાફલ્ય દર્શન-૧ બાપને બાપ કોણ કહેત?’ પણ આ જમાનાની તે બુદ્ધિ જ કોઈ જુદા પ્રકારની છે. આજે દીકરો કહે છે કે બાપાજી! હું છું તે તમે જીવશે. એટલે મેહમગ્ન બાપાજી કહે, હા, ભાઈ એમ. સાધુ પણ તમને એમ કહી દે કે તમારા વિના અમને પૂજશે કોણ? તે તે તમને ગમી જાય. પણ ભાગ્યવાન ! એ વિચારે કે તીર્થના ઉત્પાદક કોણ? સ્થાપક કોણ ? અને સ્થાપ્ય કોણ ? કારણ-કાર્ય વિચારે. પરસ્પર સંકલના હેય. પાઘડીમાં માથું ને માથા ઉપર પાઘડી. પણ એથી કાંઈ માથું પાઘડીનું એમ કહેવાય ? પણ આ વીસમી સદીની વિચારશક્તિ જ કોઈ અજબ છે. એ વિચારશક્તિએ આજે પુરુષના પુરુષાર્થને જ હરી લીધો છે. આજનો શ્રીમાન તો લક્ષમીમાં જ સર્વસ્વ સમજીને બેઠા છે. તેને એમ જ લાગ્યા કરે છે કે લક્ષમીથી જ સર્વ કાંઈ છે, એટલે લક્ષમીની લાલસામાં ને લાલસામાં જ સબડડ્યા કરે. લક્ષ્મીના સેવક તરીકેના જ જીવનને તે ગુજાર્યા કરે. લક્ષમીથી ઈષ્ટ સાધવું હોય તો “મારે તેને આધીન ન બનવું જોઈએ. એટલે કે તેની ખાતર મારે મારું પિોતાપણું ન વિસરવું જોઈએ, એ વિચાર આજે નષ્ટપ્રાયઃ જે થઈ ગયેલ છે.
આ સદુવિચાર નષ્ટ થે એ ભયંકર કમનસીબી છે. કોઈ પણ ભેગે એ સદ્દવિચાર જાગૃત કરી શ્રીમંતાઈ એકદમ ન તજાય તે પણ તેની આધીનતાથી બચવા માટે તે સાવધ રહેવું જ જોઈએ. સાચે શ્રીમાન કોણ?
પૂર્વે એક શ્રીમાનને ત્યાં લક્ષ્મીના ભંડાર ભર્યા હતા. એક વખત રાત્રે એ શ્રીમાન તળાઈમાં પિઢેલા છે. અચાનક લમીની અધિષ્ઠાત્રી દેવી આવી. દેવીએ શેઠને કહ્યું કે “તારે પુણ્યદય પરવાર્યો છે માટે હું દસ દિવસ પછી જઈશ.” એમ કહી દેવી ચાલી ગઈ થડી વાર તે શ્રીમાનને આર્તધ્યાન થયું અને મૂંઝાયે કે શું થશે? પણ એનામાં જૈનકુલના સંસ્કાર હતા. તરત વિચાર ફર્યો. જવાની તે છે. રેકાવાની નથી, તે એ જાય અને હું ગરીબ કહેવાઉં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org