________________
ધર્મના ઉપાસક કોણ બની શકે?
દસ ] જોઈ શ્રી શ્રેણિક મહારાજને દયા આવી. યાદ રાખો કે આ સમય સમ્યક્ત્વ પહેલાને છે. એમણે વિચાર્યું કે “આ ભેગની વયમાં ત્યાગ શે ? જરૂર એ બીચારાને ભેગની સામગ્રી નહિ મલી હોય.” રાજા વિચારે છે કે “હું એને ભેગસામગ્રી પૂરી પાડું, બંગલા, રમણી વગેરે સર્વ સાધને પૂરાં પાડું, એનો નાથ બની રાજા તરીકેનું શરણ આપું,” એમ વિચારી ઉદ્યાનમાં ગયા. વૃક્ષની છાયા નીચે શિલા ઉપર આત્મધ્યાનમાં મગ્ન મુનિ બેઠા હતા ત્યાં આવ્યા. એમણે કહ્યું “તમારે નાથ ન હોય તે હું નાથ થાઉં, ભેગ આપું, પણ આ વયમાં આ છડી ઘો.” આ સાંભળી મહાત્માએ મોઢું મલકાવ્યું. એ જોઈ શ્રી શ્રેણિક મહારાજા ચમક્યા. કારણ? સમ્યકત્વ ન હતું પણ યોગ્યતા હતી. રાજા વિચારે છે કે “હું અનાથને નાથ થવાની તૈયારી કરું છું છતાં આ હસે છે. જરૂર મારી કલ્પનામાં – પરીક્ષામાં ભૂલ છે. ક એ આદમી હોય કે મગધને માલિક માગવાનું કહે તેને બેપરવાઈથી હસે! જેને મારી બેપરવા છે તે મારાથી અંજાય ? એ ફીકું હસે છે, એમાં કાંઈ રહસ્ય છે.” વળી આગળ વિચારે છે કે “મારા જે આને નાથ બને છતાં એ લોભાય નહિ, ઊઠીને ઉભે ન થાય, મારા, પગ ન પકડે, મારે આભાર ન માને છે કે મહાત્મા ? જરૂર હું પરીક્ષામાં ભૂલ્ય.” આમ વિચારી મહાત્માને હાથ જોડ્યા. શ્રી શ્રેણિક મહારાજા ઘણુ ભેગી હતા, એ એમ વિચારે કે આ શું સમજે ? અને એમ માની ચાલ્યા જાય તે કંઈ વાંધો હતો? પણ એ સાચી વાત સમજયા. જે ભેગ આગળ મારાથી ટકાતું નથી, જે ભેગ મને મૂંઝવે છે, તે ભેગની જેને અસર નથી એ જરૂર મહાન આત્મા. હવે એ મહાત્મા કહે છે કે “રાજન ! તમે પહેલાં નાથવાળા બનો પછી નાથ થવા આવજો”. તરત શ્રી શ્રેણિક મહારાજા પિતાનું માથું ઝુકાવે છે પણ એમ નથી કહેતા કે મગધ દેશના માલિક એવા મને આમ કહેનાર કોણ? પુણ્યવાન આત્માને એ વિચાર જ આવે નહિ. આવું કોણ કહે? તે જ કે જે કોઈના તેજમાં ન જાય અને દુનિયા દારીની સાહ્યબીને કિંમત વગરની ગણે. સાધુ તમારી સાહ્યબી ન વખાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org