________________
૩૬ ]
જીવન–સાફલ્ય દર્શન–૧ જ્ઞાનીઓનું કહેવું સમજો.
“ભવિષ્યના સુખ દુઃખને આધાર અહીંની કારવાઈ ઉપર છે.' આ વાત માને છે કે એમાંય શંકા છે? બાર મહિનાના સુખ માટે મોસમમાં ચાર મહિનાની તકલીફ નથી લાગતી ? લાગે છે. એ તકલીફ ભેગવવી તે બુદ્ધિમત્તા કે મૂર્ખતા? બુદ્ધિમત્તા. જ્યારે ચારઆઠ મહિનાના સુખ માટે, દસબાર વર્ષના સુખ માટે, આટઆટલું કરવામાં આવે છે તે ભવિષ્યના અનંત દુઃખથી બચવા માટે કાંઈ કરવું નહિ પડે? આખા સંસારની દુઃખમયતા, તેની અનંતી ભવપરંપરા, એ બધામાંથી છૂટી અનંત સુખના ધામે પહોંચવું હોય તે કાંઈ નહિ કરવું પડે? વાતે કયે પહોંચી જવાશે? નહિ જ, તે સમજે કે માનવજીવન એ ધર્મની મેસમ છે, પણ ખાવાપીવા, માજશેખ, અને ભેગવિલાસ માટે નથી. અનંતજ્ઞાનીઓએ આ જીવનનાં બહુ ગુણગાન કર્યા હોય તે એક જ કારણે, અને તે કારણ એ જ કે મનુષ્ય ધારે તે આ જીવનમાંથી ઘણું ઘણું પેદા કરી શકે છે. આ જ કારણે વિષય તૃષ્ણાના તરંગમાં તણાઈ ધર્મજહાજની અવગણના કરનારને ઉદ્દેશી એક મહાપુરુષે કહ્યું છે કે
अपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्-विषयसुखतृष्णातरलितः। ब्रूडन् पारावारे प्रवरमपहाय प्रवहणं,
स मुख्यो मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥ १ ॥ જેને કિનારે દેખાતું નથી એવા અપાર સમુદ્રમાં ડૂબતો આદમી જહાજને છેડીને પથ્થરની શિલા પકડે તે મૂર્ખ નહિ પણ મૂર્ખાઓને સરદાર છે. તમે ઊભા છે અને ઉપર કહ્યું તેમ કરતા કેઈને જુઓ. તે શું કહે ? “મૂખને સરદાર” કહે. એમ કહેવામાં તમારા હૈયામાં તેના પ્રત્યે દ્વેષ, ગુસ્સે, ભૂંડું કરવાની ભાવના યા તેને હલકે પાડવાની ઈરછા છે કે કેવળ દયાની ભાવના છે? છતાં તમારી આકૃતિ તેના ઉપર કેવી હોય ? પણ તે આકૃતિ ફેરવવી પડે છે તે પેલાને સમજાવવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org