________________
સત્યના ઉપાસક બને
[ ૩૧
ત્યારે વગર કહે પણ અસત્ય ઉખડી જાય છે. અહીં પણ જુઓ કે એક એક લક્ષણ લીધું ત્યાં બધી પ્રતિપક્ષી વાતનું ખંડન આવ્યું. આસ્તિક્ય વડે નાસ્તિકતાનું, અનુકંપા વડે નિર્દયતાનું, નિર્વેદથી સંસારનું, સંવેગ વડે સંસારનાં સુખનું અને ઉપશમથી કક્ષાનું ખંડન થઈ ગયું. આ બધું ખંડન મંડન કરીને અમે તમને દુધાળા હેરની જેમ એક ખીલે બાંધવા માગીએ છીએ. દુર્ભાગ્યના વેગે તમે આ દિવસ ગમે ત્યાં રખડે પણ તમારેય અંતે તે શાસનરૂપ ઘરમાં જ આવવાનું હોય,
બધા એમ કહે છે કે “મુંબઈની પ્રજા સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી છે, માટે આકરી વાતે સહન નહિ કરે.” પણ સમય આવ્યે સાચા શબ્દો ન કહું તે હું પણ ફરજમાંથી ચૂકું છું. તમારા હિતની ખાતર પ્રસંગવશાત્ કરડું કહું અને ખોટું લાગે તે મહાકવિ શ્રી વીરવિજયજીએ કહેલી “રીસ ચ દેતાં શિખામણ. તસ ભાગ્યશા પરવારી!” આ કહેવત તમારામાં સાબિત થઈ જાય, પણ એમ માનવા હું તૈયાર નથી, કારણ કે તમારી બધાની ભાગ્યદશા કાંઈ થેડીક જ પરવારી ગઈ છે? શિખામણ હોય તે ભલે રીસ ચઢતી. જરૂરી વસ્તુ તમારા હૈયામાં ઠસાવવા માટે જે શબ્દોની જરૂર પડે તે કહેનારની કહેવાની, અને સાંભળનારની સાંભળવાની ફરજ છે, અને તેમાં ભૂલ કે ખામી હોય તેને સુધારવાની છે. શ્રી શાલિભદ્રજીને શ્રી ધનાજીએ કાયરબાયેલા કહ્યા હતા. પણ તેથી શું શ્રી શાલિભદ્રજીને રીસ ચઢી હતી? નહિ જ, માટે સત્યને સ્વીકાર અને અસત્યને ત્યાગ ન બને તે ચાલે પણ સત્યના વિરી થાઓ એ કેમ પાલવે? પાંચમે અને થે ગુણસ્થાનકે રહેલા આત્માઓ છકાયની હિંસાવાળી પ્રવૃત્તિ કરે ત્યાં સુધી તેઓને માર્ગભ્રષ્ટ ન કહ્યા, કારણ કે નિરૂપાય છે; પણ જે દિવસે, કરનાર, તેને હિંસા તરીકે ઓળખાવનાર સામે ડોળા કાઢે, પાપને પુણ્ય મનાવે તે પતિત થાય. ભગવાને અમુક પાપની તમને ના ન પાડી, તે, તમે તે પાળવાને સમર્થ નહતા તેથી, પણ ના ન પાડી તેથી હા પાડી છે એવાં બ્યુગલ વગાડો ત્યારે અમારે શું કરવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org