________________
સાચા જૈનત્વની ઓળખાણ
[ ૧૯ તે ઘટી જાય એવા ઈરાદાથી, વિષય-કષાય મંદ પડતા જાય એવી બુદ્ધિથી, નિરંતર ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવું, એ પહેલું પવિત્ર કર્તવ્ય. એ રીતિએ સભ્યશાસ્ત્રને સાંભળ્યા પછી, “તે બરાબર જ કહ્યું છે, કારણ કે કહેનાર સર્વજ્ઞ છે, રચનાર અનંતજ્ઞાનીઓની આજ્ઞાન મર્મને સમજનાર સમર્થ જ્ઞાનિઓ છે, બતાવનાર ત્યાગની મૂતિઓ છે, માટે સાચું છે.” તેવી શ્રદ્ધા કરવી એ બીજું પવિત્ર કર્તવ્ય. ત્રીજું પવિત્ર કર્તવ્ય-તે શ્રવણ અને શ્રદ્ધાને અનુસરતું વર્તન કરવામાં શક્તિને સદુપયેગ. તે ન થાય ત્યાં સુધી કરે તેને હાથ જોડવા અને તેનાથી વિરુદ્ધ વર્તન તે કરવું જ નહિ. અમારે સાધુઓને માટે પણ ફરમાવ્યું કે અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબનું જીવન જીવવા ભિક્ષાથી જ આજીવિકા ચલાવવી, સામાયિકમાંજ રહેવું અને ધર્મને જ ઉપદેશ આપ. ધર્મ એટલે સમ્યગ્રદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ . ચારિત્રઃ અથવા દાન, શીલ, તપ અને ભાવ. જૈન સાધુ તરીકે, અમે જગતને એ જ આપી શકીએ, પણ બીજું નહિ. અસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org