________________
૧૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
પેલે કિનારે જવું હોય તે શું કરો? આ કિનારે છેડે પડે કે નહિ? કિનારા ઉપરને બંગલે છોડ કે કેપ્ટનને કહે કે “આખે બંગલે સાથે લે?” સ્નેહીઓને છોડે કે નહિ? પૈસા આપી બેઠા પછી કેપ્ટનનું માને કે નહિ? ત્યાં તે તમે તે જ્યાં કહે ત્યાં બેસે, કહે તેમ વર્તે. ત્યારે આ સંસારસાગરથી તરવા માટે તમારે કાંઈ છેડવાનું ખરું કે નહિ? મુંબઈથી વિલાયત જવા માટે આટલું બધું અને પંદર-વીસ દિવસ આવી પરાધીનતા, ત્યારે સંસાર તરવા કાંઈ નહિ? ઘેર લગ્ન હોય, સઘળાં પકવાન તૈયાર હોય, પણ શરીર બગડે અને ડોકટરને કહે કે “પકવાન ખાધા વિના ન ચાલે, તે તે તમને શું કહે? “ખાટલે પાથરીને પછી ખાઓ.”—એમ જ ને? તે શરીરના સ્વાસ્થ માટે ત્યાં ત્યાગ કરે, ને સંસારનું બંધન તૂટતું હોય ત્યાં જ્ઞાનીઓની આજ્ઞા મુજબના ત્યાગની આનાકાની કેમ? તમે હસે નહિ. આ કંઈ કુલડીમાં ગોળ ભાંગવાનું નથી. હું જે કહેવા માંગું છું તેની આ જાહેરાત છે. અહીં મહારાજ પિતાનું જ કહે છે એમ નથી. તમને પણ કહેવાની છૂટ છે. માનવપણને ન ખાઈને, આવેશમાં ન આવીને, સભ્યતા સાચવીને બેલવાની છૂટ છે. શ્રાવક અને સાધુ:
ભગવાને ધર્મતીર્થ સ્થાપ્યું શા માટે? દુનિયામાં જૈન તરીકેની જાહેરાત કરવી હોય તે આપણામાં શું હોવું જોઈએ? દુન્યવી વસ્તુઓ જેન તરીકે ઓળખાવી નહિ શકે. જૈન તરીકે ઓળખાવનાર કઈ જુદી જ વસ્તુ છે. તેને માટે શ્રી જિનેશ્વરદેવના જીવનને ઓળખવું જોઈશે. એ શિક્ષણ, એ સંસ્કારે તમારાં બાળબચ્ચાંઓમાં ફેલાવવા પડશે. અમે તમારી પાઘડીના વિરોધી નથી, પણ તે ઉતરે તેવું તે જરૂર માગીએ. આ સાંભળીને “અમને સુખી જોઈને અમારા સાધુઓ બળી જાય છે એમ નહિ કહેતા. અનંત ઉપકારીઓએ આ દુર્લભ માનવજીવનની સફળતા માટે ત્રણ ર્તવ્ય બતાવ્યાં છે. તેમાં પ્રથમ કર્તવ્ય-એ કે શાસ્ત્રને સાંભળવું. અર્થ કામની લાલસા આઘી મૂકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org