________________
૩૦૪ ]
જીવન–સાફલ્ય દર્શીન-૧
નામે ઊધી વાતે કરવાથી જૈનશાસનના નાશ થાય છે, મરજી આવે એમ વર્તવુ એ કાંઈ સ્યાદ્વાદ નથી.
અહીં એક ભાઇએ પ્રશ્ન કર્યાં કે –
6
આ સંસારની અંદર એ માણસ છે. એકે વ્યવહાર-ચારિત્ર લીધુ' છે અને ખીજાએ ચારિત્ર લીધું નથી પણ એની ભાવના ચાવીસે કલાક, મિનિટે મિનિટ, પળે પળ વીતરાગઢશાની રહે છે, તે એ એમાં શ્રેષ્ઠ કાણુ ?
બીજી વાત – ચારિત્ર લીધું છે તેનામાં રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા, લાભના અંકુરા ફૂટી નીકળે છે અને નથી લીધું એનામાંથી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેાભના અંકુરા બની ગયા છે, તે એ બેમાં શ્રેષ્ઠ કાણુ ?
ઉત્તર : આ બેય પ્રશ્નો ઘણા સુંદર છે, મજેના છે.
એકે વ્યવહાર ચારિત્ર લીધુ છે. એ લેવાના એના ઇરાદા કેવળ માનપાન અને દુનિયાની પૂજા માટેનો હોય, અને પોતે ગીતાની નિશ્રામાં પણ ન રહેતા હોય તા તે ભયંકર છે. પણ એ વ્યવહારચારિત્ર લેનારને કે પાળનારના તેવા ઇરાદો ન હોય, ને વીતરાગદશાને પામવાના ઇરાદો હોય, ભલે કદાચ પામી ન શકે પણ તેના પ્રયત્નમાં હોય, તેા તે ઘણા જ ઊંચા છે.
બીજો જે ચાવીસે કલાક, મિનિટે મિનિટ, પળે પળ વીતરાગદશા સેવે છે તે ત્યાં જ કેમ બેઠા છે? એક દિવસ, એ દિવસ, પણ પછી સદાને માટે એ સંસારમાં ટકી શકે જ નહિ. એટલે એ વાત જ વજુદ વિનાની ઠરે છે.
બીજો પ્રશ્ન – વ્યવહારચારિત્રવાળા સાધુને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભના અંકુરા ફૂટી નીકળે છે ને દુનિયામાં રહેલાના મળી જાય છે, એ વાત જ તદ્ન અસભવિત છે. ક્રેાધાદિકના અંકુરો દશમે ગુણસ્થાનકે ગયા વિના ખળી શકતા જ નથી. આ રાગ, દ્વેષ, ધ, માન, માયા લાભ આદિ દુનિયાની વાસનાએથી થાય, તે તે ઉચિત નથી; પણ પ્રભુ શાસનની રક્ષા ખાતર કરવા પડે તે તેમાં આરાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org