SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબળ વધે કે પુગલબળ ? [ ૩૦૩ દુનિયાના વ્યવહાર કેણે કહ્યા ? આંતરદષ્ટિએ તે જ્ઞાની કહે તે ખરું પણ જૈનશાસ્ત્ર વ્યવહારને મુખ્યતા આપે છે. પરંતુ તે વ્યવહાર ધર્મના, દુનિયાના વ્યવહાર નહિ. દુનિયાના વ્યવહાર પાળવાને જ્ઞાનીએ નિયત ન કર્યા. ધર્મના વ્યવહારસાધુ, શ્રાવક, સમકિતી વિગેરેના આચાર બતાવ્યા. દુનિયામાં તે ચેરી કરનારે ચેર પણ અજ્ઞાની નથી. એને પણ ચેરી કરવાની કળાનું જ્ઞાન છે. પણ એ જ્ઞાન એ જ્ઞાન જ ન કહેવાય. ન્યાયપાર્જિત દ્રપાર્જનમાં ન્યાય એ ધર્મ પણ દ્રપાર્જન એ ધર્મ નહિ. જિંદગીભર ન્યાયપાર્જિત દ્રવ્ય મેળવ્યા કરે પણ તેથી કાંઈ મુક્તિ ન મળે. સભા“ષભદેવ ભગવાને અસિ, મસિને કૃષિ બતાવી છે ને?” બતાવી ખરી, પણ તે કઈ અવસ્થામાં ! ગૃહસ્થાવસ્થામાં ને ! એટલું પણ સમજે તે સારું. આ સંબંધી ઘણું કહેવાય તેમ છે પણ તે અવસરે. આજે ઘણી વાતે દુનિયા પાસે ઊલટા જ રૂપમાં રજૂ કરવામાં આવે છે. તેવું આમાં પણ છે. શ્રી મહાવીર ભગવાને કૃષિને કર્માદાને કહ્યું ને શ્રી કષભદેવ ભગવાને ધર્માદાને કહ્યું છે, એવું તે નથી ને ? અસિ, મસિ, કૃષિ માટે શ્રી ઋષભદેવ ભગવાને જે કહ્યું છે એ વાત તદ્દન જુદી રીતની છે અને તમારી આગળ જુદી રીતે જ ધરવામાં આવે છે. શ્રી કષભદેવ ભગવાને જ્યારે તીર્થની સ્થાપના કરી ત્યારે અસિ, મસિ, કૃષિને પુણ્યસ્થાનક કહ્યાં કે પાપસ્થાનક? શ્રી વીતરાગ પરમાત્માને માનનારા પણ તેને પાપસ્થાનક જ માને છે અને એવા આત્માઓને કદાચ એ વસ્તુ સેવવી પડે તો પણ હેય માનીને જ સેવે છે. સભા, “સ્યાદ્વાદ છે ને?” સ્યાદ્વાદના નામે ગોટાળા ન વાળે. સ્યાદ્વાદ એટલે શું? નિર્જર કરે તે ય મુક્તિએ જાય અને બંધ કરે તે ય મુક્તિએ જાય, એમ? વિષય-કષાયને ત્યજે તે ચે ઠીક અને ન ત્યજે તે યે ઠીક, એમ? અનેકાંતવાદને અર્થ કરો. સારી વાતને ડહોળીને અણસમજુ આત્માઓ ઊંધે માર્ગે ચઢી જાય એવા ઉદ્ગાર ન નીકળવા જોઈએ. સ્યાદ્વાદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy