________________
આત્મબળ વધે કે પુગલબળ ?
[ ૨૯૭
કરે એના બાપને કહે કે, “બાપા! વૈદ્ય સર્વ ઉપાયે ક્ય. હવે એ કહે છે કે એક જ ઉપાય બાકી છે. જે તારા પિતા તારે ખાતર મરવા તૈયાર હોય તે તું બચી શકે. કહો પિતાજી ! મને જીવાડવા તૈયાર છે ?' ત્યારે બાપ કહે છે કે, “બેટા ! તું જીવે એ હું ઈચ્છું છું. તને જીવાડવા બધા પ્રયત્ન કરવા તૈયાર છું; પણ મારી જિંદગીને જોખમમાં મૂકીને કરું, એ તે કેમ બને? મારા મરી ગયા પછી તે તું જીવે છે કે મારે શું કામને માટે વૈદ્યને કહે કે બીજે ઉપાય વિચારે.” આ દષ્ટાંત શું સૂચવે છે? એના પરથી હવે બરાબર વિચારે કે, દુનિયાની બધી વસ્તુઓ માટે તમારી જિંદગી કે તમારી જિંદગી માટે એ બધી વસ્તુઓ ? જિંદગીને ઉપગ તે સ્વ-પરના કલ્યાણ માટે હવે જોઈએ કે સ્વ-પરના નાશ માટે ? ધર્મના યોગે તે આપત્તિ આવે જ નહિ?
તમે જ્ઞાનીઓની આજ્ઞા મુજબ ત્રિકાળ શ્રી જિનપૂજન કરે, ઉભયકાળ આવશ્યક એટલે કરેલાં પાપના પશ્ચાત્તાપ આદિની ક્રિયા કરે, નિરંતર વ્યાખ્યાનશ્રવણુ વગેરે કરે તો તમારે વ્યવહાર ખેરવાઈ જાય અને તમે ભૂખે મરે એવું હું માનતો નથી. વળી આ નિયમ એ નથી કે કોઈ શ્રીમન્તને પણ એમાં વાંધો આવે ! આજે તે કહે છે કે, આ જમાનામાં આ વાત નકામી છે. હું કહું છું કે જે જમાનામાં આ વાતે ગઈ તે જમાને જેને માટે એટલે કે આત્મકલ્યાણના અથીઓ માટે ભયંકર છે. આ બધું કરે અને બાકીને ટાઈમે જરૂરી હોય તે આજીવિકા માટે નીતિમય પ્રયત્ન કરે તે હું ખાતરીપૂર્વક કહું છું કે ભૂખે નહિ મરે. અને પછી ભૂખે મરે તેયે એના ગે તે નહિ જ. આરાધક ઉપર આપત્તિના પહાડ તૂટે, સંચમધારી મુનિને કલંક લગાડવામાં કમી ન રહે, એવું બધું બને તે કબૂલ છે, પણ એ એમની આરાધના અને સંયમના યેગે તો નહિ જ. આરાધના અને સંયમ તે આત્માને પવિત્ર જ બનાવે છે. જે બનવાનું છે તેને તે દુનિયાની પાપજનક પ્રવૃત્તિ પણ રોકી શકવાની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org