________________
ત્યાગ : માનવજીવનને સાર
[ ૨૮૫
ગયે અને સૂત્રોચ્ચારપૂર્વક વંદના કરી તે શ્રાવક પાસે જઈને બેઠો. આચાર્યે તરત જાણ્યું કે આ કેઈ ને શ્રાવક છે.
પછી આચાર્ય ભગવંતે તેને પૂછયું કે – કોણ છે, અને ક્યાંથી આવે છે?” પાસેના સાધુએ જણાવ્યું કે કાલે રાજાએ જેને નગરમાં પ્રવેશ મહોત્સવ કર્યો તે આર્ય રક્ષિત છે.
આચાર્ય ભ૦ અહો ! કેમ આવવું થયું ? આર્ય રક્ષિત ઃ મહારાજ ! દષ્ટિવાદ ભણવા આવ્યો છું. માએ
મોકલે છે. આચાર્ય ભ૦ : બહુ સારી વાત, પણ તે આ રીતે નહિ
ભણાય. આર્ય રક્ષિત ! આપ કહો તે રીતે ભણીશ. મારે માનું વચન
પાળવું છે. આચાર્ય ભ૦ : આ કપડાં કાઢે અને આવાં પહેરે, પછી ભણો!
આર્ય રક્ષિતે એ પ્રમાણે કર્યું, પછી આર્ય રક્ષિત ગુરુને કહે છે કે, “મહારાજ ! મને બેસાડ્યો તે ખરો પણ મારી પૂંઠે ઘણું છે. રાજા સુદ્ધાં છે. માટે ચાલે. કદાચ ઉપદ્રવ થાય. ગુરુ ત્યાંથી વિહાર કરી ગયા, અને આર્ય રક્ષિત ક્રમે ક્રમે ભણવું હતું તે બધું ભણ્યા.
આ તરફ બાપ ઘેર આવ્યા ત્યારે આર્ય રક્ષિતની માને પૂછયું કે, આર્ય રક્ષિત ક્યાં ગયે ? મા કહે કે ક્યાંક ગયે હશે ! માને ફિકર હતી કે રખે દીકરાને ભણવામાં અંતરાય ન આવે.
એક વખત માં વિચારે છે કે એક તે ગયે, પણ નાને ફશુરક્ષિત હજી બાકી છે. એક દિવસ તક જોઈને આર્ય રક્ષિતના બાપને કહે છે, “આર્ય રક્ષિત ગયે તે ગયે. મેં સાંભળ્યું છે કે તે અમુક સ્થળે છે. એ તે કાગળ પણ લખતે નથી. જે ફલ્ગને મોકલે તે તેને લઈ આવે.” બાપે કહ્યું, “ભલે મેકલે.” માએ દીકરાને કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org