________________
पुरुषविश्वासे वचनविश्वास
[ ૨૫૩
ભગવાન કરેમિ ભંતે ’ ઉચ્ચરતાં ‘ભતે' શબ્દ ખેાલતા નથી. ખીજાને એમ ચાલે ? એમને તેા પ્રત્યક્ષપણે હવે કાઈ ઉપદેશકની ગરજ નથી; તમારે અને અમારે ગરજ છે. જેને ન હોય તે સ્વયંસંબુદ્ધ તરીકે વર્તે, આપણે તે। આજ્ઞા મુજબ વર્તવાનું ગર્ભથી જ ત્રણ જ્ઞાનને ધરનારા પ્રભુ આટલા વર્ષે ગૃહસ્થપણું, આટલામે વર્ષે સંયમ, આટલામે વર્ષે કેવળજ્ઞાન અને આટલામે વર્ષે મેાક્ષ એ બધુ જાણતા હતા. એ પરમ જ્ઞાનીનું દેષ્ટાંત લઈ ને આપણાથી આપણી ઇચ્છા મુજબ ન વર્તાય.
એ પરમ તારકનું જીવન એટલુ બધુ અનુપમ હોય છે કે જેની તુલના આ દુનિયામાં કેાઈની સાથે થઈ શકે તેમ નથી. મુક્તિ સાધવી હાય તે! તે પરમતારકની આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે ! એક પૈસાનુ દાન દેવું અને લાખ્ખાના દેનાર સાથે ઊભા રહેવું, એ બને ? શ્રી ગણધરદેવે કહે તે પણ નિઃશ ંક સત્ય છે છતાં તેઓએ પણ એમ ન કહ્યું કે ‘ અમે કહીએ છીએ' પણુ · શ્રી જિનેશ્વરદેવે આમ કહે છે ' એમ જ કહ્યું. ગણધરદેવે કે સામાન્ય કેવલીએ જે કાંઇ કહે તે કહેલું તેા શ્રી જિનેશ્વરદેવાનુ` જ, જે શ્રી ભગવાન મહાવીરદેવે કહ્યું તે જ વસ્તુ અનંતા જ્ઞાનીઓએ કહી.
:
લાલન ‘પુણી શ્રાવકનુ દાન ભગવાન જેવું ખરું ?? પુણીઆનુ દાન ભગવાન જેવું નહિ. ખાકી શ્રી અરિહન્તપુરમા માએ ફરમાવેલ વિધિપૂર્વક કરાય તે પુણીઆનું, તમારું કે નાના ખાળકનું પણ દાન ભગવાનની આજ્ઞા મુજબનુ ખરું. એ દાન ભગવાન શ્રી મહાવીરદેવના દાનને ન પહેાંચે. આપણે તે। આજ્ઞા એ જ આદર્શ ‘મોટા કરે તેમ કરવું એવી ઘેલછાના પ્રચાર કરશે! તે પેલા ખેડૂતની જેમ પાયમાલી નેતરશે.
ખેડૂતનું દૃષ્ટાંત :
એક ખેડૂત હતા. તેણે એક નાકર રાખ્યા. નાકરે પૂછ્યું કે ‘મારે કરવાનું શું ?' ખેડૂત કહે કે– ‘હું કરું તેમ તારે કરવાનું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org