________________
૨પર ]
જીવન-સાફલ્ય દર્શન-૧ સાગરની ઉપમા સાગર સાથે જ થાય :
ભગવાને કર્યું તે કરવાની વાતો કરનારાને ભગવાન ઘરમાં રહ્યા માટે ઘરમાં રહેવું છે પણ એમણે જે ત્યાગ કર્યો તે કરે નથી. શ્રી તીર્થકરદે આવીને માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા, આપણે કેટલાં જ્ઞાન લઈને આવ્યા ?
સભા બે.”
તે પણ કેવાં? જેની કિંમત નહીં એવાં. ખાવાપીવાનું પણ માતાને શીખવવું પડે એવું જ્ઞાન, જ્ઞાનની કટિમાં ગણાય ? આત્માના સાહજીક ગુણ તરીકે ડું પણ ન હોય એ કેમ બને? શ્રી તીર્થકરદેવ તે ત્રણ નિર્મળ જ્ઞાન સાથે લઈને આવ્યા અને માતાને જરા પણ કષ્ટ ન થાય એ રીતે ગર્ભમાં રહ્યા. એટલે એમનું તે બધું યે જુદું. એમનું સામર્થ્ય, એમની અપ્રમત્તાવસ્થા, એમનું સંયમ, એ બધુંયે નિરાળું. શ્રી જિનેશ્વરદેવનું જીવન તે શ્રી જિનેશ્વરદેવે જ છે. સાગરની ઉપમા સાગર સાથે જ થાય, તલાવડાં સાથે કરી ન થાય. સાગર કે ! તે કહેવું પડે કે સાગર જે. શ્રી મહાવીરદેવ કેવા ? તે કહેવું પડે કે એમના જેવા અથવા તે શ્રી ઋષભદેવ આદિ જેવા. પણ અન્ય કેઈ સાથે એમની સરખામણી ન જ કરાય. આપણી સામે જે કેવળ એમનું જીવન જ ધરવામા આવ્યું હોત તે આજે આપણે ધમી જ ન હેત. આપણે માટે તે એમની આજ્ઞા એ જ આદર્શ. આ દ્વાદશાંગીમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન આપી હેત ને માત્ર એમના જીવનરૂપી આરીસે જ ધર્યો હોત અને લખ્યું હેત કે આમ વતે એ જ મુક્તિએ જાય, તે આપણી મૂંઝવણને પાર ન રહેત. એ પરમતારકને સંયમ, એ પરમતારકનાં દાન, શીલ, તપ અને ભાવ બધુ અનુપમ. આપણે અમુક અંશે એ બધું કરીએ તે “એમણે કર્યું તે કર્યું’ એમ ન કહેવાય, “કહ્યું તે કર્યું” એમ જ કહેવાય.
ભગવાન કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભૂમિ ઉપર બેસતા નથી. બધાએ એમ જ કરવું એમ કહે છે કે સંયમી કે કેવળજ્ઞાની થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org