SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] જીવન-સાફલ્ય દર્શન-૧ બેલનાર સાચે જૈન બનવાને લાયક નથી. આજે તે કહેવામાં આવે છે કે મધ્યસ્થ રહેવું. પણ મધ્યસ્થ ક્યાં રહેવું ? સાચા ને બેટા બેયમાં મધ્યસ્થ રહે એ તે મૂર્ખ કહેવાય. હીરો અને પથરે બેયને સરખા કહે એ ઝવેરી કે કહેવાય? “આ હીરે છે અને આ પથરે છે,” એમ કહેવામાં કાંઈ રાગદ્વેષ નથી. વસ્તુ ન સમજાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું એ ગુણ છે પણ આ સત્ય અને આ અસત્ય” એ નકકી સમજાયા બાદ મધ્યસ્થ રહેવું એ દેષ છે. અપેક્ષાઓને દુરુપયોગ ન કરે : આજે કેટલાક વક્તાઓ અપેક્ષાના નામે ભયંકર અનર્થો કરી રહ્યા છે. જૈનશાસન અપેક્ષાઓથી ભરેલું છે. પણ એ અપેક્ષાઓને દુરુપયોગ કરે એમાં મોટું જોખમ છે. સાચી અને બેટી બને ચીજને અપેક્ષાઓ લગાડીને સાચી અને બેટી બેય ઠરાવવામાં ઘણું જોખમ છે. શ્રતધરે પણ આબાલગોપાલ પાસે એ જ પદ્ધતિએ વર્ણન કરે કે કઈ પણ અપેક્ષાએ અસત્યને સત્ય તરીકે આભાસ ન થાય. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ, વર્ષોથી આપણે પૂજેલી, શ્રી વીતરાગતાના આકારમાં રહેલી એ જ મૂતિ એવા સ્થાનમાં જઈ પડે કે જે સ્થાન મિથ્યાત્વથી મલિન હોય, તે ત્યાં એ મૂતિને સમ્યગુદષ્ટિ આત્મા ન પૂજે. ત્યાં કેઈ કહે કે મારી અપેક્ષા જુદી છે તે તે ન ચાલે. એને કહેવું પડે કે “મહાનુભાવ! અપેક્ષા તે તું સમજે, પણ તારી પાછળ ગાડરીઓ પ્રવાહ શું સમજે? આજના અપેક્ષાવાદી તે એમ પણ કહે છે કે વસ્તુમાત્રમાં અમુક સમયે ભઠ્યતા આવે. પણ એ વાત બરાબર નથી. વૈદકશાસ્ત્ર કહે છે કે વિષ પણ ચિકિત્સકના હાથમાં આવે તે પ્રાણુનાશક મટી પ્રાણપોષક બને વિષમાં પણ પ્રાણપોષક બનવાની યોગ્યતા છે. એગ્ય વ્યક્તિ અને પ્રાણપોષક બનાવી શકે, પરંતુ એ વિષ, વૈદકશાસ્ત્રના કોઈ પણ પાનામાં કે કોઈ પણ શિષ્ટજનના મુખે ભક્ષ્ય તરીકે લખાયું કે કહેવાયું નથી. અપેક્ષાને દુરુપ ગ ન થાય. બધે અપેક્ષા લગાડી લગાડીને વિષને પણ ભક્ષ્ય ઠરાવવું છે ? અસત્યને પણ સત્ય ઠરાવવું છે? જે બાજુને પવન હોય તે બાજુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy