________________
સમ્યગ્દષ્ટિની મને વૃત્તિ
|| રર૩ ભાવના, વિચારે, બધાયે અનુપમ હેય. આજે લઘુતાના નામે કેટલી હાનિ પહોંચી રહી છે તે વિચારે.
શ્રી વાલી રાજા શું અભિમાની હતા? એમને શું રાજ્યને લોભ હતે ? એમણે જે વખતે સદ્ગુરુ પાસે અભિગ્રહ લીધે કે “શ્રી અરિહંતદેવ અને નિર્ચથગુરુ સિવાય કોઈને નમું નહિ, અને ગુરુએ એ અભિગ્રહ આપ્યું. એ વખતે શું એ અભિગ્રહ એમણે અભિમાનથી લીધું હતું? અને ગુરુએ શું એમના અભિમાનને પુષ્ટિ આપી હતી ? શ્રી અરિહંતદેવ અને નિગ્રંથગુરુ, એ બે જેના હૈયામાં હોય, તેનું શિર એ બે સિવાય બીજે કે નહિ એવી પ્રતિજ્ઞામાં અભિમાન હતું એમ કહેવાય ?
સભા, “એ તે ધર્માભિમાન કહેવાય, એ હવું જ જોઈએ!
હવે સમજ્યા ખરા. તે કહે કે સર્વદેવ, સર્વગુરુ, સર્વધર્મ સરખા – એમ બોલાય ?
એમ બોલવું એ પણ મિથ્યાત્વને જ એક પ્રકાર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા એ જ કહે છે કે “બ્રહ્મા, વિષ્ણુ, શંકર, હરિહર કે જિન ગમે તે હે, અમારે નામનું કામ નથી પણ સંસારના અંકુરે ને વધારનારા બીજ સ્વરૂપ રાગાદિ દોષ જેના નાશ પામ્યા છે તેને અમે વંદના કરીએ છીએ.” જ્યાં જઈએ ત્યાં તેવા થઈએ તે સમ્યત્વ ન રહે. શાહુકાર ચટ્ટા પાસે ઊભા રહે ખરા ? એમ ઊભા રહેવાથી માનીએ કે કદાચ એ ચેર ન થાય, તે પણ એની ખ્યાતિ તે ચારની થાય. ચોરનો એ સાથી તે ગણાય. શાહુકારને દેવાળીઆ સાથે વાત કરતાં પણ મૂંઝવણ થાય. કોઈ દેવાળીએ દેવાળું કાઢીને શાહુકાર પાસે વાત કરવા જાય તે એ શાહુકાર કહે કે “ભાઈ ! એકાંતમાં ઘરે મળીશું. અહીં બજારમાં વાત નહિ થાય. અહીં બજારમાં તું મળવા આવીશ તે કદાચ મારી પેઢી ઉપર પણ દરેડ પડશે.”
એ નિયમમાં વાલીની મહત્તા હતી. એવું અભિમાન ન જોઈએ એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org