________________
૨૧૦ ]
જીવન-સાફલ્ય દર્શન ૧
નથી. અને જે બંધનના અથી છે તે તમે જૈન નહિ. અહીં સસારની વાત કે મુક્તિની ? સંસાર તરફ ઘસડાતા તમને અહીં ખેંચવા એ કામ અમારું. અમે તમને અભક્ષ્યને નિયમ શું કરવા આપીએ ? તપસ્વી બનાવવા. દાન દેવાનું તમને કહીએ તે તમને લક્ષ્મીની મૂછ રહિત બનાવવા. શીલ પાળવાનું કહીએ તે મહાવ્રતધારી બનાવવા.
સભામાંથી પ્રશ્ન – “એકદમ અંતિમ હેતુ પર જશે ?”
ભાગ્યશાળી ! સ્ટીમર પર પગ મૂકે ત્યારથી જ જ્યાં જવું છે ત્યાંનું ધ્યેય હેય. ચાર હાથ કે આઠ હાથ જવા માટે કે મધ્યદરિયે જવા માટે તે સ્ટીમરમાં બેસવાનું નહિ ને ? મધ્યદરિયે ઉતારી નાખવાનું કહે તે એ સ્ટીમરમાં તમે બેસે ? છેલ્લા હેતુ વિના તમે ટિકિટ પાસ, વગેરે ક્યાંના લે છે ? વચ્ચે સ્ટેશન આવે ત્યાં પાણી વગેરે લેવા માંટે ઊતરે પણ સાગરમાં તે નહિ ને? જ્યાં જગ્યા આવે, કેઈ બંદર કે બેટ આવે, ડુબાય નહિ ત્યાં જ ઉતરે, છતાંયે એનીયે કિંમત નહિ. કઈ પૂછે કે જવાનું ક્યાં? તે કહો કે આઘે. હજી વાર છે. તમે કદાચ ત્યાં ઊતરે તે પૂછીને કે ખે સ્ટીમર ઉપડી તે નહિ જાયને? જે હેતુ માટે માનવજીવન છે એ હેતુને આખે ને આખો ખાવાપીવામાં ઉડાવી દીધે. કોઈ પૂછે કે શું જોઈએ તે શેઠાઈ જોઈએ, રાજપાટ જોઈએ છે એમ કહ્યું પણ મેક્ષ જોઈએ એમ કહેતા નથી. આતે પૈસાના પૈસા જાય, બેવકૂફ બને તેવું થાય છે. તમને ધર્મમાર્ગે વાળવા છે પણ વચ્ચે મોટી દીવાલે પડી છે એ તોડવી પડશેને? આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ ઉપર ગંભીર આક્ષેપ
[ સભામાંથી લાલને ઊભા થઈ બોલવાની રજા માગી, અને કહ્યું કે “હું સભામાં બેઠેલા મારા અસીલના વકીલ તરીકે બેસું છું અને અમુક વાત મારી પિતાની કહું છું. મહારાજ સાહેબ જે ત્યાગની અને પ્રભુ આજ્ઞાની વાત કરે છે તે બધાને ગમે છે પણ હાલના બારીક સમયમાં હૈયે ઊતરતી નથી. કારણ કે ઘણુઓને આજીવિકાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org