________________
આગમના પૂજારી બને!
ગૃહસ્થને જોઈ મુનિને શે વિચાર થાય?
અનંતઉપકારી શાસ્ત્રકાર પરમષિએ દાનધર્મને મહિમા વર્ણન વતાં ફરમાવે છે કે દાન એ ધર્મનું પહેલું પગથિયું છે, દાતામાં દાતારપણું જોઈએ. દેવું માત્ર એ દાન નહિ. દેવામાં જે જાતની બુદ્ધિ જોઈએ તે ન હોય તે એ દાન, દાન બની શકતું નથી. શ્રી જિનેશ્વરદેવે જે દાન, શીલ, તપ, ભાવને ધર્મ કહ્યા છે તે સમ્યગદષ્ટિના, મિથ્યાષ્ટિના નહિ. તમારાં તે દાન, શીલ, તપ, ભાવ બધાયે જુદાં. પૈસાટકાનું દાન સામાને આશ્રિત બનાવવા, તાબામાં રાખવા કે હું મોટો દાતાર છું એમ કહેવરાવવા માટે કરવાનું નથી. જે એમ હોય તે એ દાન નથી. એક પાઈનું પણ દાન સાચી રીતિએ ક્યારે દેવાય, દાન દેવું શા માટે, આ બધું વિચારવું પડશે. શીલને સેવનાર, તપ કરનાર તથા ભાવના ભાવનાર પિતાને ઉદય કરી શકે છે જ્યારે દાન દેનાર સ્વપર ઉભયને ઉદય કરી શકે છે. દાતાર, દેવાની વસ્તુ અને લેનાર ત્રણે શુદ્ધ જોઈ એ. એ ત્રણમાં ખામી એટલી દાનધર્મમાં ખામી. શ્રી નયસારની ભાવના બહુ અનુપમ હતી. આવી ભાવના આવવી બહુ દુષ્કર છે. સાચી ઉદારતા હોય, પદાર્થ પ્રત્યેની મમતા ઘટે, ત્યારે આવી ભાવના થાય. શ્રી નયસાર દાતાર પણ છે, વસ્તુ પણ છે અને તે શુદ્ધ નિર્દોષ છે, અને અતિથિ પણ યંગ્ય મળ્યા. શ્રી નયસાર અતિથિને પૂછે છે, આવી ભયંકર અટવી, જ્યાં શસ્ત્રધારી પણ એકાકી ન આવી શકે ત્યાં આપ કેવી રીતે આવ્યા ? મુનિએ કહ્યું, અમે સાર્થવાહની સાથે આવેલા, તેને જણાવીને ભિક્ષા લેવા ગયા, યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org