SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] જીવન-સાફલ્ય દર્શન-૧ ઝેર મારે પણ અનુભવ વિના ખબર કેમ પડે? કટકી ખાઈ કેમ નથી જોતા ? પ્રાણને નાશ કઈ રીતિએ થાય છે એને અનુભવ કેમ નથી કરતા? આથી સ્પષ્ટ છે કે અગ્ય અને નાશકારી પદાર્થના અખતરા ન હોય, તો પછી અધઃપતનના અખતરા કેમ હોય ? એ અખતરા કરનારા કૂવે પડે, હાડકાં ભાંગે, પાંચપચીસ કાઢનારા ભેગા થાય ત્યારે નીકળે, તે પણ પાણ બહુ હોય તે મુડદું નીકળે, કદાચ થોડું પાણી હોય ને નીકળે તોયે એ શરીરમાંથી પાણી કાઢતાં દમ નીકળી જાય. અને મહિનાઓ સુધી, વરસો સુધી, જિંદગી સુધી કદાચ રિબાઈ રિબાઈને મરવું પડે. માટે એવા અખતરા ન હોય. એ તે ડાહ્યાઓના કહેવાથી માનવાનું જ હોય. અમે ક્યા અખતરા કરીએ? વૈરાગ્યના જ. અમે જે કરીએ તે તે એના જ કરીએ. તમે અમને ઓળખી જાઓ તો હું દીક્ષા સંબંધી બોલું તે પણ ગભરામણ ન થાય. પણ હું જોઉં છું કે આટલા દિવસથી આટલું સ્પષ્ટ કહેવાયા છતાં હજી ઘંઘાટ શમતે નથી. હજી લેકે કહે છે કે આ સાધુ તે ત્યાગ, બૈરાગ્ય ને દીક્ષાની જ વાત કરે છે. વૈરાગ્યને સેવનારા, વૈરાગ્યથી જીવનારા, વૈરાગ્યમાં તન્મય રહેવાની લાલસાવાળા, વૈરાગ્ય સિવાયના અખતરા શી રીતિએ કરી શકીએ ? વૈરાગ્યના પંથે પડેલા, ત્યાગી તરીકે ઓળખાતા સાધુ જે રાગના અખતરામાં લીન થઈ જાય તો તે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં વિશ્વાસુ તરીકે રહી શકતા નથી. દુર્લભ માનવજીવન, શ્રી જિનેશ્વરદેવનું સુંદરમાં સુંદર શાસન, રખે હારી ન જાઓ માટે જરા સમજે. જેની પાસે જે ચીજ હોય તે માંગે. કાં જ્ઞાની અને કાં જ્ઞાનની પૂંઠે ચાલે. ન સમજ પડે તે પૂછો કે આગમમાં શું કહ્યું છે ? અને એટલું તે સમજી શકે કે જે જ્ઞાનીઓએ રાજપાટ છેડી, ઘરબાર મૂકી, ત્યાગ સ્વીકાર્યો, એ કઈ દિવસ દુનિયાના રંગરાગમાં રાચવાનું કહે જ નહિ. બધા સાધુ થાય તો જેટલા કેણ આપશે ? બધા મુક્તિમાં જાય તે સંસારની શી સ્થિતિ ?” આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy