________________
સાધર્મિક ભક્તિના મર્મને સમજે
[૧૮૩ હિંસક પણ મુક્તિએ ગયા છે, પણ તે કંઈ હિંસાના પ્રતાપે નહિ, કુંભારના નિભાડા પકવનારા પણ તરી ગયા છે, પણ તે નિભાડા પકવવાના કારણે નહિ. પરમ સુશ્રાવક આનંદ અને કામદેવના દાખલા લઈ કહેનારા કહે છે કે “આનંદ જેવા શ્રાવક હતા છતાં, પાંચસો પાંચસે હળ અને દશ દશ હજાર ગાયના ગોકુળના સ્વામી હતા અને છતાંય, તે એકાવતારી બન્યા,” પણ એ કહેનારને પૂછજો કે આનંદ કામદેવ શ્રાવક શાથી? પરિગ્રહથી કે મૂચ્છના ત્યાગથી? શ્રાવકપણું લીધા પછી પરિગ્રહ વધાર્યો કે ઘટાડ્યો? શકડાલપુત્ર કુંભાર હતા છતાં મુક્તિના માર્ગમાં નિભાડાને તેમણે પાપ માન્યું. અને અભિગ્રહ કર્યો કે એ પાપકાર્યમાં આગળ નહિ ધર્યું, પણ ક્રમે કમે પાછો વળીશ. આ વસ્તુને વિચાર્યા વિના અને સમજ્યા વિના અત્યારના જમાનાવાદીઓ કહે છે કે “આ બધા શ્રાવકો આટલે આટલે પરિગ્રહ રાખે, આટલું આટલું કરે, તે પછી અમે આટલું જ કરીએ એમાં શે વધે?” દઢપ્રહારી અર્જુનમાલી જેવા ભયંકર ઘાતકી આત્માઓ પણ મુક્તિએ ગયા તે પછી અમે થોડી હિંસા કરીએ એમાં શું વાંધો ? પણ આવા પ્રશ્નકારોએ સમજવું જોઈએ કે તેઓ કંઈ હિંસાના પ્રતાપે મુક્તિએ નથી ગયા પણ હિંસાને સંપૂર્ણપણે ત્યાગ કરી પરમ અહિંસક બની અપૂર્વ સંયમની સાધના દ્વારા મુક્તિને પામ્યા છે. આ ઉપરથી એમ કહેવાય છે કે
પણ એને અર્થ એ તે નથી જ કે જેણે ધર્મેશરા બનવું હોય તેણે કર્ભે શૂરા બનવું જ જોઈએ. પણ આજના કેટલાક કહે છે કે વૈરાગ્યના અથી એ રાગના અનુભવી થવું જોઈએ. પહેલે સંસાર પછી વેરાગ્ય.” અનંતજ્ઞાની પુરુષે કહે છે કે એ ગાંડાઓની વાત છે. શાસ્ત્ર સાંભળી, હિતેષીની આજ્ઞાને સ્વીકાર કરી, જે ખોટું હોય તે વગર પૂછયે, વગર વિલંબે, વગર સ્વાદ ચાખે, તજી દે તે મહાપુરુષ. કહે છે કે શાસે કહ્યું પણ અનુભવ વિના ખબર શી પડે ? પણ હું પૂછું છું કે ઝેરને અનુભવ કર્યો છે ખરે? હિતૈષીઓ દ્વારા જાણ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org