________________
સાધર્મિકભક્તિના મર્મને સમજે
[ ૧૭૭
છે. જેના કારણે વિવેક
કરવું જોઈએ.” એમ કહેવું પડે? પરસ્ત્રીસેવનના ત્યાગમાં ય વાંધા ? બધું મૂકીને જવાની વાત કરનારા, સારી દુનિયા ઉપર વિરાગની વાતે કરનારા, જેના ઘરમાં સવારના પહેરમાં “મહેર વહુવણી” એ સતા અને “મુના નહિ” એ સતીઓનાં મરણ થતાં હોય, એ મહાપુરુષ અને મહાસતીઓનાં નામ ગુંજારવ ચાલતો હોય, ત્યાંએ, આમાં વાંધા ? કેટલાક કહે છે કે આવશ્યક કિયા જવાથી ગેરફાયદા ? એ કહેનારાઓને ક્યાં ખબર છે કે એના જવાથી મોટો ગેરફાયદો થયેલ છે. જેના ઘરમાંથી જિનમંદિર ગયું, પૌષધશાળા ગઈ, ઉભયકાળ આવશ્યકના ગુંજારવની કિયા ગઈ ત્યાં પરિણામે વૈરાગ્યના ભૂકા નીકળી ગયા. એટલું જ નહિ પણ તે ઘરે વિષય વાસનાનાં ધામ બન્યાં. ન રાત, ન દિન, ન સ્વ, ન પર, કશેય વિવેક નહિ. એ બધું આ કિયાઓના જવાથી થયું છે. જેના મકાનમાં શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વિરાજમાન હોય, જેની પૌષધશાળામાં કેઈને કઈ જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાયાદિમાં લીન હોય, ઉભયકાળ આવશ્યક થતાં હોય, પ્રભાતમાં મહાસતા અને મહાસતીઓનાં નામ ગુંજા રવ હોય, એના ઘરમાં વિષયની વાસનાનાં સામ્રાજ્ય ન હોય. એ ક્રિયામાં શું ભર્યું છે ?? એમ કહેનારાઓએ સમજવું જોઈએ કે એ ક્રિયામાં જે મહત્ત્વ છે અને એ ક્રિયામાં જે શાંતિ આપવાની તાકાત છે, તે દુનિયાની બીજી કઈ ચીજમાં નથી. કયા ઇરાદે સાંભળવું જોઈએ ?
ઘણા મહાપુરુષે અહીં આવી ગયા; તેઓના શ્રીમુખે શ્રી ભગવતી સૂત્ર વગેરે સાંભળી સાંભળી તમારા કાન પાવન થઈ ગયા, છતાં પરિસ્થિતિ ન સુધરે તેનું કારણ? એમ કહેવું પડશે કે જે ઈરાદે સાંભળવું જોઈએ તે ઈરાદે નથી સાંભળ્યું, તમે શા માટે સાંભળવા આવે છે, એ નિર્ણય કરીને કહે. જે રીતે સાંભળવાની વિધિ છે તે રાતે ક્યારે સંભળાય? અર્થ-કામને કુપચ્ચ મનાય છે. અર્થકામ એ સંસારરેગથી પીડાતા આત્મા માટે વિહિત કરાયેલા ધર્મરૂપી ઔષ
જી. સા. ૧૨
થતા હતા અને સ્વાસમાન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org