________________
૧૭૬ !
જીવન-સાફલ્ય દર્શન-૧ મૂર્તિને પૂજવી, શ્રી જિનેશ્વરદેવની વાણીને સાંભળવી, સામાયિકાદિ કિયામાં આરૂઢ થવું.' એમાં આટલી બધી આનાકાની કેમ ? શરૂઆતમાં જ આનાકાની કરે તે પામો કેમ? જૈનકુળના સંસ્કાર કેવા હોવા જોઈએ ? - જૈનપણમાં જે જાતિના ગુણે હોવા જોઈએ તે જાતિના ગુણેને અભાવ હોય ને કહીએ કે અમારામાં જેનપણું આવ્યું, એ નભશે ? શાસ્ત્ર વિધિ બાંધી છે કે જૈનકુળમાં જન્મેલાને, જૈનકુળના સંસ્કારથી સંસ્કારિતને વિષય તરફ સહેજે ઘણું આવેલી હોય પણ અભિરુચિ ન હોય. જીવાદિ તનું તે વાતવાતમાં એને જ્ઞાન થતું હોય. માતા ચૂલા પાસે બેઠી બેઠી એ જ ચિંતવતી હોય. દુકાન પર પિતા વેપારમાં એ જ વિચારતા હોય. અરે ! ઉનના નેકરચાકરની પણ વિચારણા એવી જ વર્તતી હોય, આજે જૈનકુલને ઓળખવાની કઈ નિશાની રહી છે?
સભામાંથી “જીવદયા.”
જીવ શું ને દયા શું ? પાણીમાં જીવ, અગ્નિમાં જીવ, વાયુ વગેરેમાં જીવ હોય? જ્યાં આ રીતે માનવામાં શંકા ત્યાં દયા કઈ રીતિએ થાય? જૈનકુલમાં જે આચાર-વિચાર હતા તે અખંડિત રહ્યા હોત, એને લીધે પ્રચાર ચાલુ હોત, જમે ત્યારથી જ માબાપે તે સંસ્કારે બાળકમાં નાખવા શરૂ કર્યા હોત, તો આજે જૈનબચ્ચાને એ ન સમજાવવું પડત કે “ભાઈ ! આ અભક્ષ્ય ન ખવાય, રાત્રે ન જમાય, શ્રી જિનેશ્વરદેવની પૂજા, સામાયિકાદ રોજ કરવું જોઈએ.' કારણ કે આવી સામાન્ય બાબતે બાળકે સમજેલાં જ હોત. જૈનકુલમાં જન્મેલા શ્રી જિનેશ્વરદેવની પૂજા વગર જમે? એના મુખમાં અભક્ષ્ય પેસે જ કેમ ? ઉચ્ચ કુલના આદમીઓને જરૂર માંસમદિરા જોતાં ઘણા ઊપજે. જો કે આજે તે ઊંચા કુલનીયે વાત જુદી છે, તે પણ સામાન્ય રીતિએ મધમાંસ ઉચ્ચ ખાનદાન આત્માઓ માટે જરૂર ઘણું જનક છે, એવી જ રીતે જૈનકુલમાં અભક્ષ્ય ભક્ષણ માટે ઘણું હેય જ. જે શાસનમાં વૈરાગ્યની છોળે ઉછળતી હોય, ત્યાં “પરસ્ત્રી સેવન નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org