________________
૧૭૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આમને સ્વીકાર. સત્ય ધર્મ કહેનાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી છે.” કુમારપાળ વિચારે છે કે, “આ છે શું ?' મહારાજા કુમારપાળને આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, “જોયું ? સાંભળ્યું? પણ હવે હું કહું તે સાંભળ. તે યે ખોટું ને આ એ ખોટું, બેય ઇંદ્રજાળ. એની પાસે એક છે, તે એવી મારી પાસે સાત છે, તત્વ ચમત્કારમાં નથી પણ શ્રી જિનેશ્વરદેવે કરેલા સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રમાં છે અને આરાધે તે તરે, ન આરાધે
સભામાંથી અવાજ થયે કે, “આજે હિંસા બહુ થાય છે તે ચમત્કાર હોય તે ફેર પડે ને?'
હિંસા તે ભગવાન શ્રી મહાવીરદેવના વખતમાં ચાલુ હતી. સામે જે જાતની શક્તિ આવી હોય, તેના સંઘર્ષણમાં ઉપયોગી હોય, તે એ મહાપુરુષ, સમય જોઈને હાનિ કરતાં લાભ વધારે દેખાય તે પિતાની શક્તિનો ઉપયોગ કરતા. વસ્તુસ્થિતિને જાણકાર ચમત્કારને વળગી ન જાય. એવું પણ બન્યું છે કે ચમત્કારી મિજૂદ હતા છતાં સમય જે તે ઉપયોગ ન થ. શ્રી શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછ્યું કે, “મારી નરક ક્યારે તૂટે ?'
ભગવાને કહ્યું કે “જે તારી કપિલા દાસી દાન દે અને કાલસૌકરિક કસાઈ રજ પાંચસે પાડા મારે છે, તે મારતે બંધ થાય, તે તારી નરક તૂટે.” ભગવાન જાણતા હતા કે આનાથી ય ન બને અને તેનાથીય ન બને. શ્રી શ્રેણિક મહારાજા, ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્ત હતા. શ્રી મહાવીરદેવ અસંખ્યાત ઈન્દ્રોના સ્વામી હતા. એક ઇંદ્ર એટલે આખા ભૂમંડલને (જંબુદ્વીપને) ઊંધું-ચતું કરવા સમર્થ. આવા સગો છતાં પાંચસો પાડા મારનાર કાલસૌકરિક કસાઈ કાયમ ખાતે જીવે એ શું? કહેને કે ભગવાન શ્રી મહાવીરદેવે એને બંધ કેમ ન કર્યો ? અસંખ્ય ઇદ્રોએ પકડી કેમ ન રાખે? શ્રી શ્રેણિક મહારાજાએ આંધળા કૂવામાં નાખ્યા છતાં પાણીમાં પાડાના આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org