________________
૧૫ર ]
જીવન-સાફલ્ય દર્શન-૧
બાપને થવી જોઈએ. પણ જે માબાપ કહે કે “સાહેબ ! કહી કહીને જીભના લેચાએ વળી ગયા, ઘણું કહ્યું ત્યાં સુધી કહ્યું કે “ભૂખે મરજે પણ પાપ ન કરતે; છતાંયે એણે માન્યું નહિ.” એમ માબાપ પુરવાર કરે તે પછી ભલે સરકાર બાળકને દંડે દૂધ પાતાં, ખવરાવતાં, પીવરાવતાં, હવરાવતાં, પાપવાસને કાઢે ને ધર્મવાસના ઘાલે તો બચ્ચાં કેવાં નીવડે? ઊઠતાંની સાથે બાળક સાંભળે શું ? ભાઈની ભાષા જુદી, બાઈની ભાષા જુદી, ત્યાં શુભ વાસના એ બાળકમાં ક્યાંથી આવે? શિક્ષણ એવું આપો કે બાળક મરતાં મરતાંય આશીર્વાદ દે.
જ્યાં જાય ત્યાં એ ઉપકાર માને કે “ધમી માબાપના પ્રતાપે આ સ્થિતિ મળી,” પણ શાપ દે તેવું તે ન જ કરતાં. દેવતા શ્રાવકુળ શાથી ઇચ્છે છે?
દેવતા સુખી છે, દ્ધિએ પૂરા છે, છતાં તે શ્રાવકકુળમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે, તે શાથી? દેવતાઓને શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળી સર્વત્યાગ પ્રત્યે રાગ થાય, પણ ત્યાં (દેવગતિમાં) વિરતિ પ્રાપ્ત થઈ શકે નહિ, અને મનુષ્યભવમાં પણ અનાર્ય દેશ, અનાર્ય જાતિ-કુળમાં એ વિરતિ શક્ય થાય. શ્રાવકુળમાં સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે, માટે દેવતાઓ શ્રાવકકુળમાં જન્મ ઈચ્છે છે. શ્રાવક તે દરિદ્રી બનીને પણ શ્રાવકકુળમાં જન્મ ઈચ્છે છે પરંતુ મિથ્યાવાસનાથી વાસિત એવું ચકવતપણું પણ નથી ઈચ્છતે; જ્યારે તમારે તે તમારા બાળકો દેવ, ગુરુ પાસે ન જાય એવા કિલ્લાઓ બાંધવા છે. તમારે ત્યાં પુણ્ય વાન જન્મે તેમાં તમને આનંદ કે પાપી જન્મે તેમાં આનંદ? કેટલાક કહે છે કે આ સાધુ ભૂરકી નાખવા આવ્યા છે. આવું ઘણુને ભૂત ભરાણું છે. જે જેવી કહેવાય છે એવી ભૂરકી અમારી પાસે હોય તે આ બધા લાલચળને અહીં (સાધુપણામાં) ન બેસાડું? તમારા રંગરાગ, મેજશોખ, સાહ્યબી પ્રત્યે અમારી આડી દષ્ટિ નથી. તમારા પુણ્ય મળે તેમાં અમારુ શું જાય, પણ જ્ઞાનીઓ કહે છે કે જે આ બધા એમાં લીન થશે તે ભવાંતરમાં ભીખારી થશે. માટે પહેલેથી ચેતજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org