________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૫૧
આવી હિંસક ક્રિયાઓ મનુષ્યને હેવાન બનાવે છે, અને મનુષ્ય જીવનની કમળતાનું નિકંદન વાળે છે. થડા લાભ ખાતર થતી એ ક્રિયામાં પળેટાયા પછી મનુષ્યજીવનના ઉદ્ધારની બારી રહેતી નથી. એક પાપમાંથી તે પાપ જન્મે છે. ચીકણી જગ્યામાં ચાલે શી રીતે ? જોઈને, પગ દાબીને, પગ ખો કે આખું શરીર ખસે. માથું, હાથ, પગ, છાતી, બધું એ ભાંગે. એવી જ રીતે પાપને ગુણ પણ એ છે કે શરૂઆતમાં નજીવું, કિંમત વગરનું લાગે, પણ પરિણામે ભયંકર બને છે. વિષયવાસને એવી લાયંકર છે કે થેડી પણ સેવી કે કામ વધ્યું. વધતાં વધતાં માત્રા એટલે ઊંચે જાય છે કે ન પૂછો વાત. આ બાળકમાં અત્યારે કોઈ વિષયવાસના છે ? સંગાથી આવે છે. એના હિતૈષીઓ, મા-બાપ, વડીલે, વાલીઓ વિષયથી અળગા કરે કે વિષયમાં વળગાડે ? તમારાં સંતાનોને, બાળકોને, હિંસક કે અહિંસક, સાચાં કે જૂઠાં ચેર કે શાહુકાર, વિષયમાં લીન કે વિષયથી વિરાગી,–જેવાં બનાવવા હોય તેવાં બનાવાય. તમારે કેવાં બનાવવાં છે?
સભા ૦ “કુદરતી વાસના ખરીને ?”
કુદરતી વાસના માનવાની ક્યારે ? છોડવાના પ્રબળમાં પ્રબળ પ્રયત્ન કરે છતાંયે ન છૂટે તે. દુકાન ખોલો, માલ રાખે, નોકરચાકર રાખે, મહેનત કરે, પછી કમાણી ન થાય તે કપાળ કૂટ, કે દુકાન ખોલ્યા પહેલાં જ કપાળ કૂટો? તમને તમારે કેઈ નેહી કહે કે શી ઉતાવળ છે? ભાગ્યમાં હશે તે મળશે” ત્યાં તે કહેવાય છે કે બસ, બસ, મારે તારી સલાહની જરૂર નથી. દુકાને જઈએ, માલ લઈએ, વેચીએ, દલાલને ઓળખીએ, મહેનત કરીએ તે મળે?” અને અહીંની વાતમાં તે પહેલેથી જ બહાનાં. બચ્ચામાં ન જૂઠ હેય, ન ચિરી હેય, ને પાછળથી એમનામાં એ ઉત્પન્ન થાય છે કે પ્રતાપ ? શાણી સરકાર હેય, ધમી ન્યાયાસન હોય તે બચ્ચાના ગુના માટે, પ્રથમ માબાપને પકડીને પાંજરામાં ઊભા કરે. માબાપને પૂછે કે આ છોકરાએ ચોરી કરી છે, તમે તેને “ચેરી કરવી એમાં પાપ છે” એ કદી સમજાવ્યું છે? જો એ ન સમજાવ્યું સિદ્ધ થાય તે એની સજા મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org