________________
કારણકે તેમાં ચોક્કસ કાંઈક વધારે વિકાસ છે.વિકાસ સાધક રીતે જીવનારને તેના એ કરતાં ઉચ્ચ દરજજો છે –તેમાં ઘણું વધારે વિકાસ હોય છે. અને વિકાસની છેલ્લી હદ સુધી લગભગ પહોંચવાની સ્થિતિમાં જીવન ગાળનારમાં તેથીયે વધારે વિકાસને સંચય હોય છે.
પ્રત્યેક પ્રાણીઓ અને ખાસ કરીને સજ્ઞાન પ્રાણીઓ અને મનુએ મહાવિકાસને સાધક થવાય તે રીતે જ પોતાના દરેક પેટાજીવન જીવવાં જોઈએ.
આ ગ્રંથમાં તેને ક્રમ બતાવવાને ખાસ ઉદ્દેશ છે.
જન્મથી મરણ પર્યંતના પેટા જીવનના વિકાસના વિગતવાર ક્રમ વિષે વિચાર કરીશું. તેની સાથે સંબંધ ધરાવતી વ્યવહારજીવનને લગતી બીજી અનેક બાબતો વિષે ખાસ તો લખવામાં નહીં આવે. કારણકે–તેને માટેના બીજા અનેક સાધનથી જાણું લેવાની માનને ઘણી સગવડ છે. છતાં કઈ કઈ રથળે ખાસ ઉપયોગી પ્રસંગે તે વિષે પણ જણાવીશું તે પણ, આપણું ચાલુ પેટાજીવન વ્યાવહારિક જીવનની સાથે સાથે કેવી સારી રીતે જીવવાથી તે મહા જીવનમાં સાધક થાય? કેવી કેવી રીતે અબાધક ને અસાધક થાય? ને કેવી કેવી રીતે બાધક થાય? તે વિચારે મુખ્યપણે આવશે.
જેને મહા જીવનના સંબંધમાં કશું જાણવું ન હોય, જેને તેની સાથે કશો સંબંધ ન હોય, તેમને આ પુસ્તક વાંચવાનો ખાસ આગ્રહ નથી. પરંતુ જેમને મહા જીવન વિષેના વિકાસ માટે જીજ્ઞાસા છે, તેમને આ પુસ્તકનું વાચન ચક્કસ મદદ કરશે.
આ ઉપરથી, પેટાજીવન કચરી નાખવું, તેની પરવા ન કરવી, એ આશય બીલકુલ નથી. પરંતુ ઉલટું, મહા જીવન સાથે તેને સંવાદી બનાવીને રસમય ને આનંદમય કેમ બનાવવું? તે બતાવવાને જ ખાસ આશય છે. જો એ બતાવવામાં ન આવે તો વિકાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org