________________
પ્રતિક્ષણ વિકાસ તરફની આત્માની ગતિ અને તેને ચેડા થડે પણ સંચય ચાલુ જ હોય છે. વિકાસ ક્રમે કડી થયેલે આત્મા એકદમ માણસ થઈ શકતો નથી, પરંતુ ઉપર જણાવેલા ધીમે ક્રમે પણ એક વખત એ જરૂર માણસ રૂપે બની શકે છે.
પ્રાણિજ સૃષ્ટિ. અહીં જરા પ્રાણિજ સૃષ્ટિ તરફ નજર દોડાવવાની જરૂર છે. જુઓ તે, તે કેવી અદ્દભુત ખાણ જણાય છે?
માણસો, અને તે પણ જુદા જુદા દેશ, રંગ અને જુદી જુદી જાતિ, તથા રીતભાતના. ગ્રામ્ય અને જંગલી પશુઓ. તેવા અનેક જાતના પક્ષિઓ. જુદા જુદા દેશમાં થતા વનચર પ્રાણીઓ. જંગલના પ્રાણુઓ. સર્પ, તોળીઆ, છે વિગેરે. તીડ, વીંછી, કીડીએ, મંકડાઓ, ઈયળ વિગેરે જંતુઓ. તેથી બારીક જંતુ-કુંથુઆ, વિગેરે. તથા સગર, અને અનેક જાતના માછલાં વિગેરે જળ જંતુઓ. તેથી પણ બારીક પરા વિગેરે ઝીણાં જળ જંતુઓ.
ચારે તરફ પ્રાણિજ સૃષ્ટિ ઉભરાતી પડી છે. તે ઉપરાંત, શરીરમાં તેમજ હવામાં ઉડતા એટલા બધા સૂક્ષ્મ જંતુઓ છે કે જે નજરે જોઈ શકાતા નથી. જુદા જુદા રંગમાં અને ગંદકીના રથળામાં રહેલા અને ઉત્પન્ન થતા જંતુઓ ઉપરાંત વનસ્પતિ રૂપ, પાણી રૂપ વિગેરે અનેક જાતના જંતુઓ જંતુઓજ જણાય છે. કેમ જાણે આખું વિશ્વ પ્રાણિઓથી જ વ્યાપ્ત હેયી પ્રાણિજ સૃષ્ટિનું અવલોકન, સૂક્ષમ નિરીક્ષણ તથા શેધ કરવાની દૃષ્ટિથી જરા વધારે કાળજીથી જન્મમાં નજર ફેરવીશું તે જતુઓના ક્ષેત્રની વિશાળતા, વિવિધતા, અગણિતતા તથા વ્યામતા તુરત ખ્યાલમાં આવી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org