________________
જઈ દેશમાં ને પ્રજાના માનસમાં ફેલાતા જાય. એમ વખતે વખતે આગળ આગળ વધનારો અને પાછળ પાછળ પડતે જ વર્ગ ઉત્પન્ન થયાજ કરે. આમ બન્ને રીતે સુધારે (સિવિલાઈઝેશન) થયા કરે છે.
મૂળ પરંપરામાં કાટખૂણું પોતાની તરફ મરડાતા જાય. એક કાટખૂણે નકામો થાય, તેમાંથી બીજે ફાટે, જે વખતે જે જાતના વાતાવરણની જરૂર હોય, તે પ્રમાણે ઉપર જણાવેલી સંસ્થાઓના પ્રચાર કાર્યથી વખતે વખત જુદા જુદા કાટખૂણા જુદા પડતા જાય. પ્રચાર કાર્ય શિવાય એ સંસ્થાઓને ખાસ વિશેષ અર્થ નથી. એમ તેના સંચાલકોએ કબૂલ કરે છે.
આમાંની બીજી રીતમાં એવી ખૂબી છે કે–પ્રજા એમ જ સમજે કે“ અમારી ઉન્નતિ થાય છે. અમે આગળ વધીએ છીએ. આવી મહા વ્યક્તિઓથી અમે ઉજળા છીએ. દરેક ઠેકાણે અમારી લાગવગ ફેલાય છે. અને ધાર્યા કામ પાર પાડી શકીએ છીએ તેની સાથે બીજી અનેક કડીઓ જોડાતી જાય છે, ને આખરે એ પણ એક મહત્ત્વની વસ્તુ થઈ પડે છે. તેના જીવનચરિત્રોયે જાહેર થાય છે, ને પ્રજામાં સારી જાહેરાત થાય છે.
જેન સંઘની બહારના પ્રજાકીય વાતાવરણમાં પણ જુદા જુદા કાટખૂણું પડયા છે – ૧ હિંદુ રાજ્ય કે મુસલમાન રાજ્ય સ્થાપવાથી ભાવનામાંથી– ૨ પિતાપિતાનું સાચવી રાખવું, ને સંધિ કરી લેવાની ભાવના જાગે છે. ૩ પ્રજામાં દેશી રાજ્યના જુલ્મ કરતાં પરદેશી રાજ્યમાં વધારે અનુકુળતા
છેએ ભાવના જાગે છે. ૪ તેમાંથી દેશમાં શાંતિ માટે લડવા શા માટે લશ્કરમાં ન જોડાવું? એ
ભાવનાને કાટખૂણે થાય છે. ૫ લશ્કર બળથી કાંઈ નહીં વળે, રચનાત્મક કાર્યક્રમથી દેશમાં શાંતિ અને
ખીલવણી વધારે ફેલાશે. તેમાંથી વફાદાર કોગ્રેસ થાય છે. પછી તો હેમરૂલ, સ્વરાજ્ય, અસહકાર, સંપૂર્ણ સ્વરાજ્ય, સ્વતંત્રતા અને કમ્યુનિસ્ટ પક્ષના બીજ સુધી કાટખાણ પડતા જાય છે. તે દરેક દરેક પ્રજાની મૂળ એક્તામાં કાપ મૂકયેજ જાય છે. ]
આજે સંધની ઘણીજ છિન્નભિન્ન સ્થિતિ છે. એકતાના વાતાવરણને, ઉપદેશની એક વાક્યતાને, વહીવટી એકતંત્રતાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org