________________
ઉપર જણાવેલી સભ્ય દર્શનની માનસિક એગ્યતા સંધમાં દાખલ થવાની મુખ્ય શરત છે, સાથે સાથે બીજી પણ મુખ્ય શરતે કેટલીક છે-જેમકે ધર્મપ્રચાર, ધર્મરક્ષણ, ધર્મની ઉજવળતા, વિગેરે વિગેરેમાં સદેદિત જાગ્રત રહેવું–વિગેરે સંઘના ઉદેશને વળગી રહેવું, સંધે પૂર્વાપર જે જે ઠરો કર્યો હોય, તેને માન આપવું, ભવિષ્યમાં પણ કટોકટીને વખતે આત્મભોગે પણ ખડા રહેવું, અને સંધને આગળ વધારવા જે જે ઠરાવ થાય, તેમાં વિનાકારણ વિરોધ ન કરવો. વિગેરે વિગેરે.
મુખ્ય શરત કે મુખ્ય ઉદ્દેશેમાં ખામી જણાતાં સંઘ તે વ્યક્તિ કે વર્ગને પોતાના કરતાં જુદે પાડી શકે, તેની સાથે-સંઘના સભ્ય તરીકેને સહકાર છેડી દઈ શકે. તેવી જ રીતે તે વ્યક્તિ કે વર્ગ પણ તે શરત પ્રમાણે માનસિક મનોવૃત્તિવાળ ન હૈય, કે ઉદેશને વળગી રહી શકે તેમ ન હોય, તે છુટા થઈ શકે છે. ને તે જાતને પરસ્પરને સહકાર ખેંચી લઈ શકે છે. જેમ દુનીયાની સર્વ સંસ્થાઓમાં બને છે, ને બનતું આવ્યું છે. માત્ર નજીવા કારણસર કે, કેવળ ક્ષણિક માનસિક ઉશ્કેરણીથી કે આવેશથી એમ કરવામાં આવતું નથી, ને એમ થવું પણ ન જોઈએ. પરંતુ તેમ કરવાને બન્નેને સબળ અને સકારણ સંજોગો હોય, તે પછી તેમ કરવામાં વાં, અડચણ કે ઢીલાશ રાખવામાં આવતી નથી, ને હેવીએ ન જોઈએ.
સંધમાં દાખલ થનારને ધાર્મિક–જરૂરીઆતે વિષે માર્ગદર્શને તથા ગ્ય સહાય સંધ કરી શકે છે. તેમ કરવાની તેની ફરજ છે. પરંતુ દાખલ થનાર વ્યક્તિએ કે વર્ગ પોતાની રાજકીય, આર્થિક સામાજીક, શારીરિક, કૌટુમ્બિક, માનવવંશ, નેત્ર, શાખા વિગેરેની બાબતમાં જેમ ઠીક પડે તેમ ઘટતી ગોઠવણ કરી લેવી. તેને માટે સંધ જવાબદાર રહી શકતો નથી, તેમજ તે કરી આપવાને સંધ બંધા
ર૭. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org