________________
નન, એશઆરામને, સંસ્કૃતિના ફેલાવાનો,રાષ્ટ્રને કે પ્રજાને સ્વાર્થ હોય છે, નિઃસ્વાર્થતાને માટે આબર છે. અને તેઓના કાર્યો ધમધેકાર આગળ વધે છે, તેમાં શાંત અને નિઃસ્વાર્થ ભાવની આડકતરી સેવાને અવાજ કયાંથી સાંભળવામાં આવે છે જેની સૂક્ષ્મ દૃષ્ટિ અને પવિત્ર કાન હેય તેજ જોઈ શકે, અને સાંભળી શકે. જૈન મુનિઓ પોતાનું કાર્ય કર્યું જાય છે, એ કદાચ તેઓના જાણવામાં હોય તો પણ જે જૈન મુનિએ આગળ આવે તે પછી સ્વાર્થ સિદ્ધ શી રીતે થાય ? માટે જનસમાજમાં તેની પ્રતિષ્ઠા ધીમી પડે, તેઓ આગળ ન આવે, એ ઘંઘાટ પણ એવી જ સ્વાર્થવૃત્તિનું ઘણે દૂરનું પરિણામ જણાય છે.
આધુનિક જૈન મુનિ સંસ્થામાં વૈમનસ્ય અને તેમની સામેના વિરધમાં પણ એ તત્ત્વજ મુખ્યપણે કામ કરી રહેલ છે. બીજું કઈ પણ વાસ્તવિક કારણ નથી. યુરેપના સ્વાર્થોની વચ્ચે આવનાર જગતમાં કોઈ પણ મહાન શક્તિ હોય તો તે જ છે. પણ તે એટલી સબળ છે કે તેના પર ઘા થઇ શકે તેમ નથી. છતાં તેમાં ક્યાંય છિદ્ધ મળે તો ઘા કરી લેવાને એ સ્વાર્થ વૃત્તિ ચૂકતી નથી. એવાં કેટલાંક છિદ્રો મળી જવાથી અથવા છિદ્રો ઉત્પન્ન થવા દેવાથી આ ઘા કરવાની તક મળી શકી છે.
- યુરોપ પોતાની સ્વાર્થ વૃત્તિ સાથે બીજાઓના પણ એવા સ્વાર્થ સાંકળી દે છે કે જેઓ પણ તેઓનાજ ગાન કરે છે, તેઓની તેમને નિઃસ્વાર્થવૃત્તિ લાગે છે. અને તેઓ પણ લેક કલ્યાણને બાને ઉથલપાથલમાં ભેગા ભળે છે. તેમની તરફને સ્વાર્થ પૂરો થાય, એટલે મૂક, તેને પડતા, ને બીજે વર્ગ ઉભું કરી લે છે.આમ યુરોપની મહાન સ્વાર્થી જાળમાંથી ઉત્પન્ન કરવામાં આવેલું અસાધારણ વાતાવરણ એટલું બધું જમ્બર છે કે–તે કુદરતી જમાના જેવું જણાય છે. વાસ્તવિક રીતે તે કૃત્રિમ જમાનો છે. સ્વાભાવિક કાર્યક્રમનો જમાનો નથીજ. આ સ્થિતિમાં પણ જેઓ ઉભાગ તરફ દેરાય છે, તેમની પણ ભાવ દયા જૈન મુનિઓ ચિન્તવે જ છે. પરંતુ નિરુપાય છે. અલબત્ત, પરિણામે જગતના કેટલાક ભાગનું અહિત થઈ ચૂક્યું છે, કેટલાક ભાગનું થઈ રહ્યું છે, અને હજુ કેટલાક ભાગનું થશે. તે આ વાતાવરણ શાંત થતાં-યુરોપનો ધમધમાટ બંધ પડતાં જગત જોઈ શકશે. ઑસ્ટ્રેલિયા, અમેરીકા, આફ્રીકા, અને બીજા ટાપુઓની મૂળ પ્રજાઓને નાશ આ જમાનામાં જેટલો થયો છે, તેટલો કદી નથી થયો. બીજી ઘણી પ્રજાઓની સ્વતંત્રતા અને સ્વાશ્રયી શક્તિને નાશ થઈ રહ્યો છે. તેટલો
૨૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org