________________
પુરુષાથ છે. એટલા જ માટે ગમે તેવા બુદ્ધિમાન વિદ્યાર્થી ને પણ પાસ થવા માટે કેલેજની ઠરાવેલી સંપૂર્ણ હાજરીના દિવસેની કિંમત ગણાય છે, તેમજ કેવળ લાંબે દીક્ષા પર્યાય પણ ગ્યતામાં વધારો કરનાર ગણવામાં આવે છે.
આ આચારની તુલના કરી શકે, અને તેને જેમ બને તેમ પાલન કરનાર વ્યક્તિઓ કઈ પણ ધાર્મિક કે બીજી કોઈ પણ સંસ્થામાં હોય, તે તે જોવાની ખાસ ઈચ્છા છે. આ જાતિનું જીવન
જ્યાં સુધી કેઇ પણ સંથી ઉત્પન્ન ન કરી શકે, ત્યાં સુધી આ સંસ્થાની હરીફાઈ આકાશ કુસુમવત્ છે. અને ત્યાં સુધી જગત્માં તે પિતાને પ્રથમ દરજ્જો ટકાવી રાખવાને સમર્થ રહી શકશે જ.
જૈન ધર્મનું અરિતત્વ કેવળ પ્રાણી માત્રના એકંદર હિત માટે જ છે. એ વાત જગમાં નિર્વિવાદ, સિદ્ધ અને પ્રસિદ્ધ છે. અને તે હેતુની સિદ્ધિ માટે જ જૈન મુનિ સંસ્થાનું અસ્તિત્વ આવશ્યક છે. જીવનના આવા મહાન હેતુ માટે જ પરમાત્મા મહાવીર દેવની સર્વ શ્રેષ્ઠતા છે, અને તે હેતુ પાર પાડવાના ઉદ્દેશથી તેઓએ પિતાના અનુયાયિઓ ઉત્પન્ન કરીને તીર્થ સંસ્થા સ્થાપી, તેની સર્વ જવાબદારી સર્વસંગત્યાગી વર્ગના હાથમાં જ સોંપી. એશઆરામ, વિષય સુખ, કે માન-પાન પામવાની વૃત્તિ વિગેરેના ત્યાગની બુદ્ધિની તાલિમ વિના સંગીન નિઃસ્વાર્થતા આવવી શક્ય નથી, અને નિવાર્થતા વિના તદ્દન નિઃસ્વાર્થ પોપકાર બને શક્ય નથી. માટે જ જૈન મુનિને તદ્દન નિરપેક્ષ રાખવા સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જ જે કાળે જે જાતને માનવ સમાજ જગતમાં કાળના પ્રવાહ સાથે વહેતું હોય, તે સમગ્રમાં જૈન મુનિઓ વધારે અંગતનિરપેક્ષ અને નિઃસ્વાથ જણાશે. માટે જ તેઓ ઉપર જગતના કલ્યાણની અને અકલ્યાણમાંથી બચાવવાની મહાન જવાબદારી છે.
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org