________________
સગવડો મેળવવાને અને મેળવવાને હક હોય છે, તે દુન્યવી સર્વ સુખ સગવડોને તેમણે ત્યાગ જ કરેલ હોય છે. સ્વજન–કુટુંબીજને સાથેને દુન્યવી સંબંધ તે દીક્ષાના ક્ષણથી જ તજે હેય છે. ધર્મોપદેશ કઈ પણ બદલાની આશા વિના કેવળ મફત જ આપે છે. પિતાને જરૂરીઆતની ચીજે માત્ર યાચનાથી જ મેળવી લે છે, પરંતુ ધમપદેશ વિગેરેના બદલામાં કાંઈ પણ મેળવવા ઈચ્છતા નથી.શિષ્ટસખ્ખત સર્વ સામાન્યધાર્મિક અનુષ્ઠાનનું માત્ર આચરણ પણ જૈન મુનિઓનું આવું કટિથી ભરપુર છે.
આ બધું તેઓ કોઈના દબાણથી કરતા નથી, કોઈ પણ જાતની દુન્યવી લાલચથી કરતા નથી, કેઈની ખુશામત ખાતર કરતા નથી, કાઈ પણ છુપે વાર્થ સિદ્ધ કરવા કરતા નથી, પરંતુ સ્વેચ્છા–સ્વીકારથી, સજ્ઞાન ઉંડી સમજથી, ઉદ્દામ અને મહાનું જીવનના હેતુથી, ઉત્તમ પરિણામે અને અદર્શની દૃષ્ટિથી કરે છે. બીજી કઈ રીતે ન બની શકે તે પણ કેવળ મુનિ આચારના પાલનની દૃષ્ટિથી પણ–વાશ્રય, સંયમ, સાદાઇ, ક્ષમા, સરળતા, નિર્લોભતા, નિઃસ્વાર્થભાવ, ઉદારતા, ત્યાગ, બ્રહ્મચર્ય, વિગેરેના પાલનની સટ તાલીમ ટકાવી રાખવાની હોય છે, અને સાથે સાથે તેની છાયામાં બીજા અનેક નૈતિક ગુણની અનાયાસે જ ખીલવણી થાય છે.
સચોટ, સંગીન, મહા જવાબદારીવાળું, દીર્ધાયુષ્યકર આ જાતનું જીવન જીવી જગતમાં મહાન આદર્શ ઉત્પન્ન કરે છે. અને તે એક બે વર્ષ કે પાંચ દશ વર્ષ નહીં, પણ જીંદગી ભર એકધારી રીતે સમતોલ પણે ટકી રહેવું મુશ્કેલ છે. બે પાંચ વર્ષ જેલ ભોગવવામાં એટલે પુરુષાર્થ નથી, કે જેટલે આ રીતે વેચ્છાથી એકધારી રીતે સમતલપણે જીવનભર નભાવવામાં જેટલે
૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org