________________
ફરી વળશે. હજારે નાના મેટાવિજ્ઞાને જુદા જુદા વિજ્ઞાનના પેટામાં અને છેવટ તત્વ જ્ઞાનના પેટામાં કેવી રીતે સમાયેલા છે, તે સમજાશે.
[એકજ દાખલે લઈએ—સમ્યગદર્શનના વર્ણન પછી સમ્યગજ્ઞાનનું વર્ણન આવશ્યક છતાં પ્રથમ માત્ર જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ કહી, ચેતન્યશાસ્ત્ર સૂચિત કરે છે, અને તરત જ પ્રમાણુશાસ્ત્રની દૃષ્ટિથી તે જ્ઞાનને બે વિભાગમાં વહેંચી નાંખીને પ્રમાણુશાસ્ત્ર સૂચિત કરે છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી પ્રથમના ત્રણ જ્ઞાનને વિપર્યસ્ત જણાવી જ્ઞાન અસમ્યગૂ પણ કેવી રીતે હોઈ શકે તેનું સ્પષ્ટીકરણ કરી, અવશિષ્ટ જ્ઞાન સમ્યગૂજ્ઞાન તરીકે સમજાવી દે છે અને એજ પ્રકરણમાં આગળ આત્માની જ્ઞાનશક્તિ અને તેના યોની વિષય મર્યાદા સૂચવાય છે. સાથે તેના ભેદે, સાધમ્ય, વૈધર્મ, વિગેરે અનેક પદાર્થો સાથે સાથે સુચવી દે છે. પાંચભાવમાં એજ જ્ઞાનને યથાસ્થાને વહેંચી નાંખી આત્માના સ્વરૂપ સાથે જ્ઞાનશક્તિને કઈ કઈ જાતનો સંબંધ છે, તે સૂચવી દે છે. સ્વાધ્યાય–તપ વખતે પઠન-પાઠનની પ્રણાલી સૂચવી, શિક્ષણ શાસ્ત્ર સૂચવે છે. બધ થવાના સાધન તરીકે અધિગમ રૂપ જ્ઞાન સમજાવે છે, તેથી અધિગમરૂપ જ્ઞાનથી સમ્યગદર્શનની ઉત્પત્તિ જણાવી, સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને મેક્ષના સાધન તરીકે જણાવે છે. આઠમા અધ્યાયમાં આઠ કર્મમાં જ્ઞાનાવરણીય કર્મ, તેના નાશથી કેવલ જ્ઞાન, વિગેરે અનેક રીતે એકજ જ્ઞાન વસ્તુના જુદા જુદા દૃષ્ટિબિન્દુથી અનેક વિજ્ઞાનશા સાથેના સંબંધે અનાયાસે સૂચિત કર્યેજ જાય છે. અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી પણ તેની અનેક દિશાઓ બતાવીને આપણી સામે જ્ઞાન વિષેના બોધનો અગાધ સમદ્ર ખડે કરી દે છે, આવું દરેક પદાર્થો વિષે છે. એકદર આખા વિશ્વનું ચિત્ર અનેક દૃષ્ટિ બિન્દુઓથી આપણી સામે ચિત્ર છે. પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિથી, અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી, પદાર્થ વિજ્ઞાનની દૃષ્ટિથી, વ્યવહારની દૃષ્ટિથી, પારમાર્થિક દૃષ્ટિથી, હેય-ઉપાય-યદષ્ટિથી, વિશ્વરચનાની દૃષ્ટિથી, ઇત્યાદિ અનેક દષ્ટિ બિન્દુઓથી વિશ્વ સમજાવે છે. તત્ત્વાર્થ સૂત્રને કેટલાક ભાઈઓ મેક્ષશાસ્ત્ર કહે છે. જે તે શાસ્ત્ર મેક્ષ વિષેનું જ્ઞાન પૂરું પાડીને ચૂપ રહેતું હોય, તો તે એકજ વિજ્ઞાન થયું, પરંતુ અમારી સમજ પ્રમાણે મોક્ષશાસ્ત્ર પણ જેમાં સમાવેશ પામે છે. અને બીજા પણ ઘણું શાસ્ત્રો સમાવેશ પામે છે, એવું એ સાડા ત્રણસે સૂત્રોનું તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે.
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org