________________
ધર્મ એ હવાઈ બંધારણ નથી પણ હજારો વર્ષોથી માનવ જીવનમાં એતપ્રેત થએલું મહાસત્ય છે.” *
પુસ્તકનું કદ વધી જવાને સંભવ લાગવાથી ભૂમિકાને ચેાથે પ્રદેશ જુદાજ પુસ્તકમાં આપવાનો વિચાર રાખી ત્રણ પ્રદેશમાં જ આ પુસ્તકને પૂરું કરવામાં આવ્યું છે.
સામાન્ય બધ ધરાવનાર ભાઈઓ તેમજ બહેને સરળતાથી વાંચી શકે માટે મૂળ ગ્રંથમાં ગ્રેટ ટાઈપ પસંદ કર્યા છે, પરંતુ જે ભાઈઓની ઇચ્છા વધારે ઉંડે ઉતરવાની હોય, તેમના સંતાષ માટે કસમાં પિકા ટાઈપ લેવામાં આવ્યાં છે. છતાં જેમની ઈચ્છા સૂક્ષ્મ ચર્ચામાં ઉતરવાની ન હોય તે મહાશયે તે ભાગ છોડી દઈને વાંચશે, તેપણ વિષેયસંકલના સળંગ રહેશે. ભાષા, સંકલન અને મુદ્રણ અશુદ્ધિઓ માટે કાળજી રાખવા છતાં કે કોઈ રહી જવા પામેલી ભૂમાટે ક્ષમા યાચી પૂવાપર સંબંધ પરથી તાત્પર્ય સમજી લેવા સુજ્ઞવાચકોને વિનાત કરવામાં આવે છે.
શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજય, મહારાજશ્રીએ એક સ્થળે ગ્રંથકારનું ટુંકામાં લક્ષણે જણાવ્યું છે કે
પૂર્વલિખિત લખે સૈ કે, મષી કાગળને કાઠે, ભાવ અપૂર્વ કહે પંડિત જન, બહ બોલે તે બઠે.
એ પ્રમાણે વર્તવું બહુ મુશ્કેલ છે. છતાં યત્કિંચિત્ શુભપ્રયાસથી ઉદાર વિદ્વાન સતેષ પામશે એવી આશા છે.
જગતમાં ભિન્ન ભિન્ન ચિ લેક હેાય છે. તેથી દરેક વાચક વર્ગને સંતોષ ઉત્પન્ન કરવાને દાવ ન કરી શકાય, તોપણ જે આ શયથી આ ગ્રંથ લખવામાં આવ્યા છે, તજ આશયથી વાંચનાર વાચક વર્ગને જરૂર રસોત્પાદક થશે, એવી આશા છે. ઝાંપડાની પોળ–અમદાવાદ) ૧૯૮૯ માહ શુદિ ૧૫ ] મgઇલ બેચરદાસ પારેખ.
આ અવતરણ–“નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ” માં “ધર્મની ભૂમિકા” વિષે વંચાયેલા નિબંધમાંથી લેવામાં આવ્યા છે. તેના પર “જયેન્દ્રરાય-દરકાળ” નામ લખેલું છે. નિબંધની ચોપડી રખડતી મળી આવી હતી. તેના લેખકને અમે એળખતા નથી. પરંતુ અહીં તેને ઉપયોગ અત્યન્ત જરૂરી લાગવાથી તેમની રજા વિના કરવો પડે છે તે ખાતર તે ભાઈ સહિષ્ણુતા બતાવશે, એવી આશા છે.
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org