________________
ધ્યાનમાં આવતું જ નથી. આવી અંત:કરણની દશાને વિષે હું એટલું કહેવાની તો હિંમત ધરું કે આપણે એનાથી ગભરાઈ જવાનું અને એ ઘડીએ ઘડીએ એને જ પુછવા જવાનું કારણ નથી. અલબત્ત, ત્યાં એક વસ્તુ છે કે જેણે આપણને આંજી દીધાં. છે અને તે ભૌતિક સામર્થ્ય છે. આ ભૌતિક સામર્થ્ય એટલી બધી મહાન વસ્તુ છે કે તે જેનામાં ન હોય તે કૃપણ અથવા પામર બની જાય તો તેમાં આશ્ચર્ય નથી. એ ભૌતિક સામર્થ્યને સારૂ સુરે અસુરો બને યત્ન કરે છે. પણ હારું આપને વિનમ્ર નિવેદન એ છે કે ભૌતિક સામર્થ્યની દામિની શક્તિ પણ ધર્મ માર્ગમાં જેવી વિરાજે છે એવી બીજા કશામાં વિરાજતી નથી.
આપણે આપણી સમીક્ષામાં જોયું છે કે ધર્મની એક સર્વસાધારાણ ભૂમિકા છે.
| સર્વજ્ઞપ્રેરિત શાસ્ત્રો એ એનો આધાર ધર્મની સર્વ છે, સદાચાર, ઈશ્વરભક્તિ અને તત્વદર્શ સાધારણ ભૂમિકા નના આદર્શોથી એનું વાતાવરણ ઓતપ્રેત
ન થએલું હોય છે, અને સત્ય, દયા, તપ અને પવિત્રતાના વિવિધ માર્ગો, ન્હાના અને સ્ફોટા, સરલ અને કઠિન મૃદુ કે ઉગ્ર, છાયા કે તાપવાળા તેમાં ચારે તરફ વિસ્તરે છે. તે માર્ગો ભિન્ન હોય છે પણ વિરોધી નથી. એ કેવળ જૂદા દેખાતા માર્ગો એક કેન્દ્રમાં મળે છે એ વાત એ ભૂમિકાના અનુભવીઓને અજાણ નથી. વળી ધર્મની વિશિષ્ટ મહત્તા તે જીવનના સંવાદના વિધાયક તરીકે છે. એ શક્તિને તેડનારાઓ પોતે શું કરે છે તે જાણતા નથી. ધર્મના ત્યાગ પછી પાશવતા છે. અને કામવાસનાએના અનિયંત્રિત વ્યવસાયવાળી પાશવતા તે પશુઓમાંયે નથી. આપણને ધર્મનું આ કે તે અંગ ફાવતું ન આવે માટે જે આપણે ધર્મ ઉપર જ ઘા કરીયે તો જે ડાળ ઉપર આપણે બેઠા છિયે એના ઉપર જ ઘા કરીયે છિએ એમજ કહેવું પડે. કારણ કે આપણા નેહના, સદ્ગણના ને સૌષ્ઠવના વર્તમાન આદશે ધર્મ ઉપર નહિ તો શેના ઉપર રહેલા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org