________________
જનસમાજ વચ્ચે રહીને પણ ઉત્કૃષ્ટ ચારિત્રશીલતા, વિગેરે વસ્તુ એને સમતોલપણે સમન્વય જૈન સાધુઓમાં–વધારે સંગીનરૂપે જેવામાં આવે છે.
પ્રજાજનોમાં બ્રાહ્મણે વધારે વિદ્યાવ્યાસંગી છે, અને જૈને વધારે વ્યવહાર અને પ્રજાકીય વાતાવરણમાં આગળ પડતા છે. પરંતુ એકંદર સમગ્ર ભારતીય પ્રજામાં ત્યાગી વર્ગ અગ્રેસર છે. તેમાં એ જૈન શ્રમણે પોતાના વિશિષ્ટ સક્રિય જીવનથી વિશેષ આગળ તરી આવે છે.
પરદેશી વિજેતાઓ આવીને શરૂઆતમાં ગમે તે રીતે જુલ્મ વર્તાવતા હેય, અનહદ ઉખલતા ધારણ કરતા હોય, તેથી કેટલુંક નુકશાન પણ કરી બેસતા હોય, એ વખતે ઉછુંખલતાના જેસમાં દેશની ઉત્તમ ભાવ મિલ્કતને નાશ ન થઈ જાય, તેટલા માટે જૈનેને કદાચ ગુપ્તપણે છુપાઈને ભરાઈ રહેવું પડતું હોય, ભારતીય પ્રજાજને તેને રક્ષણ પણ આપતા હોય, એ બધું બનવા જોગ અને વ્યાજબી જ હોય છે. પરંતુ બધું ઉગ્ર વાતાવરણ શાંત થતાં, મહાવીર પ્રભુના અદ્ભુત મહાન ત્યાગના નમુનારૂપ જૈનમુનિઓનું અપૂર્વ દર્શન, ધારીને કર્યા પછી, તેઓના હૃદયમાં આશ્ચર્યને સંચાર થાય છે, જેમ જેમ વખત જતો જાય, તેમ તેમ અનાયાસે પરિચય થતાં તેઓના હૃદયમાં તેઓના જીવનની છાપ પડ્યા વિના રહેતી જ નથી. બુદ્ધિપૂર્વકના ઉચ્ચ જીવન વ્યવહાર અને જ્ઞાનની ઉચ્ચ માત્રાઓની અસર થયા પછી તેઓની બુદ્ધિ ઘણી જ ઠેકાણે આવી જાય છે. તેઓને અંતરાત્મા જાયેઅજાયે કબૂલ કરે છે, કે–“આટલી દૃઢ અને સત્ય જ્ઞાનના પાયા ઉપર રચાયેલી ભારતીય સંસ્કૃતિ સામે થવું, એ ખરેખર સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે. અલબત્ત, કેટલાક દેશ વાસીઓ અજ્ઞાનથી તેઓની સાથે ભળી જતા ન હોય,
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org