________________
થઈ જાય, અકલ્યાણ તરફ દેરવાઈ ન જવાય, એ સાવચેતી ખાસ જરૂરની હેવાથી–બહુજ યોગ્ય, સંયમી, ત્યાગી અને નિરપૃહ પાત્ર વ્યક્તિઓનેજ એ શાસ્ત્રોનું રહસ્ય જ્ઞાન આપવામાં આવે છે. તેથી સર્વસામાન્ય જનસમાજ કે, ઈતરદર્શન વેત્તાઓ એ દર્શનનું જ્ઞાન મેળવી શકતા નહીં. તેનું સાહિત્ય સુરક્ષિત રાખવામાં આવતું હતું. જેથી કરી કોઈ યોગ્ય પાત્રને હાથે ચડી જઈ તેને દુરુપયોગ ન થાય, તે વિષે ખાસ કાળજી રાખવામાં આવતી હતી. તેજ રીતે જગતના કલ્યાણ માટે એગ્ય પાત્રને હાથે તેને સદુપયેગ કરવા માટે ગમે તેટલું ખર્ચ પણ કરવામાં આવતો હતો. જૈનશાસ્ત્રકારે કહે છે– યોગ્ય પાત્રોને રહસ્ય ન આપનાર, અને અગ્ય પાત્રોને રહો આપનાર એ બન્ને ય આચાર્યો પ્રાયશ્ચિત્તના ભાગી છે.”
[ “હાલ છપાયેલા છે અનેક વિદ્વાન વાંચી શકે છે. તેથી નુકશાન તો કાંઈ જોવામાં આવતું નથી અને નવા નવા ત બહાર પાડવામાં આવે છે.” હા, એ વાત ખરી છે. પરંતુ રહસ્ય હજુ ઘણીજ દૂર છે. અને કલ્યાણ માર્ગથી સહેજ સહેજ માનવ જગત ખસતું જાય છે. એ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય નુકશાન થઈ રહ્યું છે. ]
આથી કરીને શ્રી શંકરાચાર્ય જેવી સમર્થ વિદ્વાન વ્યક્તિને પણ જૈન દર્શન જાણવાની બરાબર સગવડ ન મળવાથી જૈનને અમાન્ય વસ્તુઓ પણ માન્ય તરીક લખી નાખી છે, ને પછી તેનું ખંડન કરવા તત્પર થયા છે. નજીવી અને સામાન્ય બાબતેમાં ભૂલ ખાધી છેતેનું કારણ–તેમને વરંતુ જાણવાની સગવડ જ ન મળી શકી હોય તેમ લાગે છે.
શાસ્ત્રજ્ઞાન અને તે સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ, તથા વ્યવહારમાં યોગ્ય માર્ગે તાત્કાલિક નિર્ણયાત્મક બુદ્ધિથી આગળ વધવાની કુશળતા, એ બન્નેમાં તફાવત છે. જૈન દર્શન વિશ્વવિજ્ઞાનની સાથે સાથે નિર્ણયાત્મક બુદ્ધિની કુશળતા પૂરી પાડે છે. શાસ્ત્રજ્ઞાન સાથે એવી નિર્ણયાત્મક બુદ્ધિશાળી વ્યક્તિ જ ગીતાર્થ ગણાય છે. તેવા
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org