SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ને ધર્મ ઉભું કરવામાં આવે, તોપણ, જગતમાં કઈ પણ વધારે સત્યતત્ત્વવાળા ધર્મને જેઓ વળગી રહેલા હોય, તેઓએ પણ પેલી ધર્મ ખીચડીમાં ફરજીઆત ભાગ લેવો પડેને? એટલે તેમણે પોતાના દર જજાથી તે ઉતરવું જ પડે, એનુકશાન તેઓને થાય. એવા સત્ય ઉચ્ચ દરજજાના ધર્મને અમલ કરનાર વર્ગ નીચે ઉતરે, એટલે જગતમાંથી ઉંચા નંબરનું જીવન જીવનાર વર્ગનું અસ્તિત્વ નાબુદ થાય, તેમ થવાથી જગતનેયનુકશાન થાય, પરિણામે આદર્શ નીચે જાય, ને દરેક ધર્મોનું નિયમન તો પાછું તેઓના હાથમાં જ રહે. આ પરિણામ ભારતની પ્રજા માટે ઈચ્છવા યોગ્ય નથી. તેથી આવા કોઈપણ પરિવર્તનના હેતથી એ સર્વ ધર્મ પરિષદ હોય, તેથી જગતનું એકંદર કલ્યાણ તે સંભવતું નથી. ધર્મો નકામા હૈય, તો “સર્વ ધર્મ પરિષદુ, ” એ એક જાતને દંભ જ લેખાય. ને દરેક ધર્મોના પ્રતિનિધિઓ શા માટે બોલાવવા ? તમે જ કહે છે કે ધીમે ધીમે આદર્શ નીચે જવાને. કારણકે અવસર્પિણી કાળ છે. તે પછી આવી ચિંતા કર્યો શું વળે? ના. એ બાબતમાં અમે ચિંતા નથી કરતા. કુદરત કુદરતનું કામ કરે, અને જેમ થતું હોય તેમ થાય, તેની સામે અમારું કે કેઈનું શું ચાલી શકે? આ વાત અહીં એટલા માટે વિચારી છે કે પોતાના ધર્મની ઉન્નતિ ઈચ્છનારા ઉન્નતિ તથા અવનતિના માર્ગોનું સ્પષ્ટ અવલોકન કરી લે, ભૂલાવામાં ન પડે. અને જેને પિતાના ધર્મ વિષે ખાસ આગ્રહ નથી, અથવા સર્વ ધર્મ સરખાની ભાવનાવાળા છે. તેને માટે આ વિચારની આવશ્યકતા પણ નથી. પરંતુ ધર્મની સેવા કરવા ઇચ્છનારાઓને ઢાલની બન્ને બાજુઓ બતાવવી, એટલુંજ અમારું કર્તવ્ય છે. શિવાય, અમે કોઈને ખાસ રોકતા કે પ્રેરતા નથી. તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ જૈને તરફથી પણ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy