________________
યથી શ્રેય તરફ
પ્રિયતા છે કષ્ટસાધ્ય બીમારી
એક ભાઈએ કહ્યું: “હું પ્રેયથી શ્રેય તરફ જવા ઈચ્છું છું પરંતુ ખબર નથી પડતી કે “કેમ મનથી પ્રિયતાને ભાવ નીકળી જ નથી શકતો. મારા મનમાંથી અપ્રિયતાને ભાવ મોટેભાગે સમાપ્ત થઈ ચૂક્યો છે; પરંતુ જાણતા અજાણતામાં પ્રિયતાનો ભાવ તો આવી જ જાય છે. પ્રયત્ન કરવા છતાં હું તેને છોડી શકતો નથી.'
આ ઘણી મોટી સચ્ચાઈ છે. અપ્રિયતા છૂટી જાય છે, પ્રિયતા બાકી રહી જાય છે; ઠેષ છૂટી જાય છે, રાગ બચી જાય છે. રાગ એ મૂળ બીમારી છે; &ષ એને ઉપજીવી છે. ઠેષ મૂળ બીમારી નથી. પ્રિયતા છે તેથી અપ્રિયતા હોય છે. રાગ છે એટલે ઠેષ થાય છે. અપ્રિયતા અને દેષ મૌલિક નથી. શું પ્રેય અસાધ્ય બીમારી છે? ના, એ અસાધ્ય નહિ પણ કષ્ટસાધ્ય અવશ્ય છે.
આયુર્વેદમાં ત્રણ પ્રકારના રોગ માનવામાં આવે છે–સાધ્ય, કષ્ટસાધ્ય અને અસાધ્ય. કેટલાક રોગો સહજ સાધ્ય હોય છે. થોડીક જ દવા લેવાથી મટી જાય છે. કેટલાક રોગો કષ્ટસાધ્ય હોય છે; ભારે મુશ્કેલીથી એના પર નિયત્રંણુ રાખી શકાય છે. કેટલાક રોગો અસાધ્ય હોય છે. એમના પર કોઈ દવા કે ચિકિત્સા કામ નથી આપતી. તે અચિકિત્સ્ય હોય છે.
પ્રેયનો રોગ અસાધ્ય નથી, તે કષ્ટસાધ્ય છે; એને સમાપ્ત કરી શકાય છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેને સમાપ્ત કરવાનો ઉપાય શો છે? સાધકે હમેશાં એ શોધમાં રહ્યા છે કે આ રોગની ચિકિત્સા શી રીતે કરવામાં આવે ? એનાં સાધને ક્યાં હોઈ શકે? ભિન્ન ભિન્ન ચિકિત્સકેએ ભિન્ન ભિન્ન સાધને બતાવ્યાં. શ્રીમજજયાયાયે પણ કેટલાંક સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જેના દ્વારા કષ્ટસાધ્ય બીમારીથી છુટકારો મેળવી શકાય છે. પહેલું સાધન છે–અમૂર્ત સાથે પ્રીતિ, પ્રીતિને વિઘટિત કરવા માટે પ્રીતિને જ સાધન બનાવવાનું રહેશે. કાંટાથી કાંટે કાઢવાને છે; ઝેરથી ઝેરને પ્રતિકાર કરવાનો છે. આપણી પ્રીતિ મત પ્રત્યે છે. જે સ્થૂલ છે, મૂર્ત છે, તેની સાથે સ્વાભાવિક પ્રિયતા (સ્નેહ-મમતા) જોડાઈ જાય છે. વ્યક્તિ તેના તરફ ઝૂકી જાય છે–આકષ્ટ થઈ જાય છે. કેઈને સ્પર્શ
૫૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org