________________
મહાત્માએ ખૂબ આગ્રહ કર્યો. અતિ આગ્રહ જોઈને રૈદાસે કહ્યું : આ રહ્યું છાપરું; એમાં કયાંક પારસમણિને બેસી દે—લટકાવી દે.”
મહાત્માએ પણ એમ જ કર્યું.
બે વર્ષો વીતી ગયાં. તે જ મહાત્મા ફરીથી રૈદાસને ઘરે આવ્યા. તેણે જોયું. સંત રૈદાસ ચમારનું કામ કરી રહ્યા છે; જોડા સીવી રહ્યા છે. તેમના મનમાં એ કલ્પના હતી કે રૈદાસ પારસમણિની સહાયથી ધનપતિ બની ગયા હશે. હવે એમની પાસે ઊંચી ઊંચી ઈમારત હશે; આ હશે; તે હશે; બધું જ હશે. પરંતુ એમણે તે રૈદાસનું એનું એ જ જિંદુ કામ જેયું અને એ જ જૂનું ધામ; નહિ ઘર, નહિ પૈસા.
મહાત્માનું મન ઉલિત થઈ ઊઠયું. તેમણે સચ્ચાઈ સમજવાને પ્રયત્ન કર્યો, પણ સમજી શક્યા નહિ.
મહાત્મા બોલ્યા : “સંતજી! મેં એક ભેટ આપી હતી તે કયાં છે? - રૈદાસે કહ્યું: “જ્યાં મૂકી હતી ત્યાં જ પડી છે. એને મેં સ્પર્શ સુદ્ધાં નથી કર્યો.
મહાત્મા વિમાસણમાં પડી ગયા. જોયું, પારસમણિ ત્યાં જ લટકી રહ્યો હતો, જ્યાં બે વર્ષ પહેલાં એમણે લટકાવ્યો હતો. રૈદાસે એને ઉપયોગ જ નહોતો કર્યો. મહાત્માએ વિચાર્યું એ કેવી રીતે શક્ય છે કે પારસમણિ પાસે હોય અને વ્યક્તિ એને ઉપયોગ ન કરે? સમાધાનની ભાષામાં જવાબ મળ્યોઃ જે વ્યક્તિ પ્રિયતા અને અપ્રિયતાની દુનિયામાં જીવે છે, એને માટે એવું કરવું અસંભવ છે; પરંતુ જે વ્યક્તિ આ બંધનથી દૂર છે—જેનું એ બંધન તૂટી ગયું છે, તેને માટે આવું સંભવ છે. એવી વ્યક્તિ પારસમણિને જુએ અને એને અતિરિક્ત–વધારાનું મહત્ત્વ આપે એ કદાપિ સંભવ નથી.”
આપણી દુનિયા બે અસંભની દુનિયા છે. એક વાત છેડીને એક વાત અસંભવ બની જાય છે; બીજી વાત છેડીને બીજી અસંભવ બની જાય છે. આપણે બે અસંભવોની વચ્ચે આપણી યાત્રા કરીએ છીએ. ધ્યાનની યાત્રા એક અસંભવ છેડાની યાત્રા છે. ભોગની યાત્રા એક અસંભવ છેડા પ્રત્યેની યાત્રા છે. પ્રેક્ષા ધ્યાનના ઊંડાણમાં જવાથી. અસંભવ લાગતી વાત સંભવ લાગવા માંડે છે; અને જે વાત સંભવ
૪૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org