________________
એ રીતે મિત્રતા અને શત્રુતાએ પણ ભાગીદારીની દુકાન ખાલી દીધી છે. એક ભાવ આવે છે અને ચિત્તના કાચને આંધળા બનાવી દે છે, શત્રુતાને ભાવ જાગી જાય છે. બીજો ભાવ આવે છે અને ચિત્તના કાચને નિર્મળ બનાવી દે છે, મિત્રતાને ભાવ જાગી જાય છે. આ સંપૂર્ણ ચક્ર ભાગીદારીમાં ચાલી રહ્યું છે. દિવસમાં કેટલી બધી વાર આપણા ચિત્તનો કાચ આંધળો થઈ જાય છે અને કંઈ કેટલીયે વાર નિર્મળ થઈ જાય છે. કંઈ કેટલીયે વાર આપણું ચિત્તમાં શત્રુતાનો ભાવ આવે છે અને કેટલીયે વાર મિત્રતાને ભાવ આવે છે. આ ચક્ર છે. નિરંતર ફરતું રહે છે. કદી અટકતું નથી. શત્રુતા અને મિત્રતામાં કોઈ ભેદ જણાતો નથી. પ્રિયતા અને અપ્રિયતામાં ભેદ ક્યાં છે? બંને એક જ સિક્કાની બે બાજુ છે. પ્રિયતા, અપ્રિયતાથી અલગ નથી. અને અપ્રિયતા પ્રિયતાથી અલગ નથી. બંને જોડાયેલા છે. વાસ્તવમાં મિત્રતાને વિકાસ ત્યારે થાય છે જ્યારે પ્રિયતાનું સંવેદન સમાપ્ત થઈ જાય છે.
સહિષ્ણુતાઃ મૈત્રીને આધાર
જયાચાયે આરાધનામાં ચેતનાને જગાડવાનું, તે કાચને સ્વચ્છ કરવાનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે જે તે કાચને હરહંમેશ માટે સ્વચ્છ કરી દે છે. પછી તે ભાગીદારીને ધંધો પણ સમાપ્ત થઈ જાય છે તે સ્વર્ણિમ સૂત્ર છે–સહિષ્ણુતાની શક્તિનો વિકાસ
આજનો માનવી એટલો અસહિષ્ણુ છે તે કંઈપણ સહન કરી શકતો. નથી. આજના યુગની આ ભયંકર બીમારી છે. તે કોઈપ ઘટનાને સહન નથી કરી શકતો. હીટર અને કૂલર કેમ ચાલુ થયા ? જ્યારે મનુષ્ય ઋતુના પ્રભાવને સહન કરવામાં અસમર્થ થઈ ગયો ત્યારે તેની શોધ થઈ. ઋતુના પ્રભાવને સહન કરવાની ક્ષમતા માનવીમાં ઓછી થઈ ગઈ છે. આજે જ્યારે થોડા સમય માટે વીજળી જતી રહે છે ત્યારે માનવી પરેશાન થઈ જાય છે. ગરમી છે, પંખો જોઈએ. ઠંડી છે, હીટર જોઈએ, જૂના જમાનાનાં મકાને જુઓ. તેના દરવાજ પણ નાના હતા અને બારીઓ પણ વધારે નહતી. અને જે હતી તે તે હતી નાની. આજે તે કદાચ પશુઓ પણ તે સ્થાનમાં રાખી નથી શકાતા. પશુઓમાં પણ માનવીની થોડી અસર આવી છે. તેઓ પણ ખુલ્લું સ્થાન પસંદ કરે છે. તેમને પણ મુક્ત સ્થાન જોઈએ છે. પણ નવાઈ એ લાગે છે કે લેકે મકાનમાં કેવી રીતે રહેતા હતા ?
૨૫૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org