________________
ઠેક્ટર શકુન્તલા દુબેને તે આયોજનમાં ભાગ લેવા મોકલ્યા. કાર્યક્રમ ચાલ્યો, પ્રવચન અને પ્રશ્નોત્તર થયા. લેડી ડોકટરે એક દિવસ એક પત્ર મોકલ્યા. તેમણે લખ્યું હતું ? મેં સેમિનારમાં ભાગ લીધો. હું ખૂબ લાભાન્વિત થઈ. હું ખુદ મનશ્ચિકિત્સક છું. અનેક રોગીઓને મેં સ્વસ્થ કર્યા છે; પરંતુ હું સ્વયં માનસિક તાણથી ગ્રસ્ત રહું છું. મેં સેમિનારમાં બતાવેલા પ્રયોગો કર્યા છે. તે સફળ સિદ્ધ થયા. મારી માનસિક તાણ ઘટી. ઊંઘ સુખદ થઈ છે.
મને પત્ર વાંચીને આશ્ચર્ય થયું કે જે બીજા રોગીઓની માનસિક ચિકિત્સા કરે છે, તે મને ચિકિત્સક સ્વયં માનસિક તાણથી ગ્રસ્ત હોય તો જે પાછું આગને બુઝાવનાર છે, તેમાં જ જાણે આગ લાગી ગઈ હોય. એક સાધુ કે ધર્મની આરાધના કરનાર કોઈ ગૃહસ્થ જે માનસિક તાણથી પીડાતા હોય તો એવું થશે કે જે સૂર્યનાં કિરણો પ્રકાશ ફેલાવે છે, તે અંધકાર ફેલાવી રહ્યા છે. પ્રત્યેક કિરણથી અંધકાર ફેલાય છે. આ કેવી રીતે સંભવ હોઈ શકે ?
ધર્મના આચાર્યોએ અને અધ્યાત્મના સાધકોએ માનસિક મેલને સાફ કરનાર, મનને શક્તિશાળી બનાવનાર સેંકડો-સેંકડે ઉપાય વિકસિત કર્યા છે. તે બધા ઉપાયના સંદર્ભમાં હું એ દઢતાપૂર્વક કહેવા ઈચ્છું છું કે “ધ કર છfમ” એક સુવર્ણ સૂત્ર છે—મનની નિર્મળતા લાવવા માટે. બધા ધર્મની શરણમાં જઈએ અને તેની યથાર્થતાને હૃદયંગમ કરીને જીવનમાં તેનો ઉપયોગ કરીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org