________________
પેદા થતું નથી. ક્ષેભ પેદા થતો નથી, ત્યારે ગ્રંથિઓને સાવ પણ સંતુલિત રહે છે.
આપણે ધર્મને સંપ્રદાયના રૂપમાં સમજ્યા છીએ. કેાઈ ધ્યાનનો અભ્યાસ કરવા કેઈની પાસે જાય છે તે પહેલો પ્રશ્ન થાય છે–તમે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ આચાર્ય તુલસી પાસે કરતા હતા–ત્યાં જાઓ. ત્યાં સર્વ કાંઈ થશે. મારી પાસે શા માટે આવો છો ?
લાગે છે, લોકે ધર્મને બેટે સમજ્યા છે. ધર્મ પદાર્થની પ્રતિબદ્ધતાથી મુક્તિ અપાવનાર છે. જેમ પદાર્થની પ્રતિબદ્ધતા હોય છે, તેવી જ રીતે સંસ્કારની પ્રતિબદ્ધતા હોય છે. માન્યતાઓ અને ધારણાઓની પ્રતિબદ્ધતા હોય છે. જ્યાં સુધી આ પ્રતિબદ્ધતાઓથી મુક્તિ નથી મળતી, માનવી ધાર્મિક નથી બની શકતા.
પરિવર્તનની તીવગામિતા
આજે પરિવર્તનની ગતિ ખૂબ તીવ્ર છે. જે પરિવર્તને ગયાં પચાસ વર્ષોમાં થયાં, તે ગયા એક દશકમાં થઈ ગયાં. જે દસ વર્ષમાં થયાં છે તે આજે એક વર્ષમાં થાય છે. પરિવર્તનની ખૂબ ગતિ છે. કોઈ કલ્પના જ નથી કરી શકાતી કે આગલા દશકમાં શું થશે? એક પ્રોફેસર બતાવી રહ્યા હતા કે ચાળીસ વર્ષ પૂર્વે કેમેસ્ટ્રીના સિદ્ધાંત જે હું ભર્યો હતો આજે એમાં ઘણાં બધાં પરિવર્તન આવ્યાં છે. આજે મને કેમેસ્ટ્રીની પરીક્ષામાં બેસાડવામાં આવે તે હું કદી પાસ નહિ થઈ શકું. ચાળીસ વર્ષનો સમય લાંબે હોય છે. આજે વિજ્ઞાન એટલું ગતિશીલ છે કે સવારે જે સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે. સાંજ થતા થતા નવી શોધને આધારે તે બદલાઈ જાય છે. સવારને સિદ્ધાંત સાંજે જૂને પડી જાય છે.
જીનેટિક સાયન્સમાં જે નવી શોધ થઈ રહી છે તેના આધારે એ કલ્પના કરી શકાય કે આજે બજારમાં જેમ ઘી, તેલ, લોટ મળે છે. કપડાં અને દવાઓ મળે છે, તેવી જ રીતે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં છોકરા-છોકરીઓ મળશે. વૈજ્ઞાનિક પૂછશે –કેવો છોકરો જોઈએ છે? દાર્શનિક કે સાહિત્યકાર કે વિજ્ઞાનિક ? જેવું બાળક જોઈએ તેવું ઉત્પત્તિ બીજ-જીન મળશે અને તેવું જ બાળક ઉત્પન્ન થશે. આ કઈ કલ્પના નથી. આજે એ શક્ય બની રહ્યું છે.
૨૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org