________________
પ્રગતિનાં સુવર્ણ સૂત્રે
પ્રગતિનું પહેલું સુત્ર : પિતાની જાતને જુએ
એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો. તેણે કહ્યું કે હું પ્રગતિ કરવા ઈચ્છું છું. હું જેવો છું તેવો રહેવા નથી ઇચ્છતો. જ્યાં છું ત્યાં નથી, રહેવા ઈચ્છ, આગળ વધવા ઈચ્છું છું.”
મેં કહ્યું : તારું સ્વપ્ન ઘણું સારું છે. હું ઈચ્છું છું તું તારા સ્વપ્નને સાકાર કર. પ્રગતિના સૂત્રોમાંથી તું ગ્રહણ કર.'
તેણે જિજ્ઞાસાપૂર્વક પૂછયું : પ્રગતિનાં સૂત્ર કયાં કયાં છે?
પ્રગતિનું પહેલું સૂત્ર છે–પોતાની જાતને જુઓ.” “આત્મ દ્વારા આત્માને જુઓ.” “સ્વયં ને જુઓ.’
પિતાને માટે શું જોવાનું છે? પિતાને બધા જાણે છે. તેણે કહ્યું.
જાણીએ છીએ એ ઠીક વાત છે. પણ જાણતા નથી એ પણ ઘણું છે. જ્ઞાત ઘણું ઓછું છે, અજ્ઞાત ઘણું વધારે છે. આપણે ખૂબ ઓછું જાણુએ છીએ. જાણવાની વાત વધારે છે. સમુદ્રની ઉપલી સપાટી પર મળશે કીચડ, ઘાસ, કરચલા અને સી. જે માણસ ઊંડાણમાં નથી જતો તેને સમુદ્રનું તળિયું નથી મળતું. જે સમુદ્રનો સાર હોય છે તે નથી મળતો. મૂલ્યવાન મોતી સમુદ્રમાં ઊંડી ડૂબકી મારનાર કોઈ મરજીવાને જ મળે છે. સમુદ્ર તટ પર ફરવા આવેલી વ્યક્તિને નથી મળી શકતા. કઈ પત્થરની ખાણ પર જાઓ. ત્યાં મળશે પત્થર અને ધૂળ. હીરા અને પ્રાપ્ત થશે નહિ. જે વ્યક્તિ ખાણના ઊંડાણમાં ખોદે છે તેને હીરાપન્ના મળે છે. સમુદ્રના ઊંડાણમાં અમૂલ્ય ચીજો પ્રાપ્ત થાય છે. ખાણનાં ઊંડાણમાં બહુમૂલ્ય ચીજો મળે છે. ચેતનાના ઊંડાણમાં બહુમૂલ્ય ચીજો મળે છે. જે વ્યક્તિ પોતાની ચેતનાનાં ઊંડાણમાં નથી જતી, તેને કશું નથી મળતું. જે ચેતનાની સપાટી પર યાત્રા કરે છે તેને મળે છે: ક્રોધ, અહંકાર અને વાસનાઓ. ત્યાં સારની વાત નથી મળતી.
પિતાને ઓળખો—એને અર્થ છે–ચેતનાના ઊંડાણમાં પ્રવેશ કરો, અન્તસ્તલના ઊંડાણમાં ડૂબકી મારે અને અંદર જે કાંઈ છુપાયેલું છે તેને અનાવૃત્ત કરો. બહાર લાવે અને ઉપયોગ કરો.
૧૯૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org