________________
અતિમ બિન્દુ પણ છે. “અભય” ધર્મને અથ અને ઈતિ છે... “અભય.” ધર્મ અભયથી પ્રારંભ થાય છે; અને અભયને નિષ્પન્ન કરી કૃતકૃત્ય થઈ જાય છે. વીતરાગતાને પ્રારંભ અભયથી થાય છે; અને વીતરાગતાની પૂર્ણતા પણ અભયમાં જ થાય છે.
જે વ્યક્તિ ભયમુક્ત નથી હોતી, તે કદીય ધાર્મિક નથી બની શકતી–કાયેત્સર્ગ નથી કરી શકતી.
કાયોત્સર્ગને અર્થ છે–અભય.”
કાયોત્સર્ગને અર્થ છે –શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું; અભયનું એ પહેલું બિન્દુ છે.
શરીરની ચિંતાથી મુક્ત થઈ જવું –એ વાત આમ સરળ લાગે છે; પરન્તુ તે એટલી બધી સરળ વાત નથી; શરીર પ્રત્યે બનેલા ભયથી છુટકાર પ્રાપ્ત કરી લે –એ સરળ વાત નથી, “મેરું શરીર –આ શરીર મારું છે. જે ક્ષણે આ સ્વીકૃતિ થાય છે, તે જ ક્ષણે ભય પેદા થઈ જાય છે. ભયની ઉત્પત્તિનું મૂળ કારણ આ છે. શરીર પ્રત્યેનું મમત્વ ભય ઉત્પન્ન કરે છે. મમત્વ અને ભય એમ બે નથી. જ્યાં મમત્વ છે. ત્યાં ભય છે. અને જ્યાં ભય છે ત્યાં મમત્વ છે. મમત્વને છેડવું ભયમુક્ત થવા બરાબર છે, અને ભયમુક્ત થવું એટલે મમત્વ છેડવા બરાબર –મમત્વહીન થવા બરાબર–છે.
મમત્વને છોડવું ચૈતન્ય પ્રતિ જાગ્રત થવાનું છે. શરીર પ્રત્યે જે જાગૃતિ છે, એનાથી છુટકારો પ્રાપ્ત કરવો એ ઘણુ મોટી સિદ્ધિ છે.
- જે વ્યકિતએ અધ્યાત્મને માર્ગે ચરણ મૂક્યા છે, જે અધ્યાત્મ તરફ જાગ્રત થવા ઈચ્છે છે, તેણે સર્વ પ્રથમ ભયમુક્તિની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. બે રેખાઓ છેઃ એક છે ભયની રેખા. બીજી છે અભયની રેખા. બંને સમાન્તર રેખાઓની જેમ સાથે સાથે ચાલે છે. બધાં જ દુઃખની જડ છે આ ભયની રેખા. જે વ્યક્તિએ ભયની રેખા સાથે યાત્રા શરૂ કરી છે, એના અન્તરૂમનમાં ભય પળાતો જશે. ભય તનાવ (તાણુ પેદા કરે છે. બધા પ્રકારની તાનું મૂળ આ જ છે. મનુષ્ય તાણમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; પરંતુ ભયની રેખા પર ચાલનાર માનવી કદી પણ તાણથી મુક્ત થઈ શકતો નથી. મમત્વની રેખા પર યાત્રા કરનાર યાત્રી તાણથી મુક્ત થવા ઇચ્છે–એ મૂતં ન મવષ્યતિ-કદી બન્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org