________________
વિરાધના અને સમસ્યાઓના સમાધાનનું મૂળ બીજ છે આરાધના. આપણે આરાધનાના રહસ્યને સમજવું જોઈએ. એવું માનવું ન જોઈએ કે આરાધના કરનાર અસફળ થતા જ નથી. આરાધના કરનાર પણ અસફળ થઈ શકે છે પરંતુ અંતે તે ચક્કસ જ સફળ થાય છે. આરાધના એક બળ છે. એક શકિત છે. જ્યારે પણ નિરાશા આવે છે. આરાધના દ્વારા ફરીથી આશાનું બીજ અંકુરિત થાય છે અને નિરાશાને ભાવ તૂટી જાય છે.
સ્કેટલેન્ડને રાજા રોબર્ટ બ્રુસ યુદ્ધમાં પરાજિત થઈ ગયો. તે ભાગે અને ગુફાઓમાં સંતાઈ ગયો. તે ખૂબ નિરાશ જીવન જીવવા લાગ્યો. રાજ્ય-પ્રાપ્તિની આશા જતી રહી. તેણે વિચાર્યું–જંગલનું
જીવન જીવવું છે. હવે એ વૈભવ અને સુખ-સુવિધાઓ ક્યાં! નિરંતર નિરાશાના ઘેરામાં ફસાવા લાગ્યો. એક દિવસ તે બેઠો હતો. તેની દષ્ટિ એક કરોળિયા પર ઠરી. તે જાળું બનાવી રહ્યો હતો પણ તે જાળું વારંવાર તૂટી જતું હતું. કોળિયો ફરીથી પ્રયાસ કરતા. સેંકડે વાર તેણે પ્રયાસ કર્યો. જાળુ વણવાનો પ્રયાસ તેણે છોડી દીધે નહિ. એક ક્ષણ એવી આવી કે જાળું બાંધવામાં સફળ થઈ ગયો. રાજાએ જોયું. તેની આંખ ઊઘડી ગઈ. તેને નવી દૃષ્ટિ મળી. તેણે વિચાર્યું. આટલી બધી વાર નિષ્ફળ થઈને પણ આ કળિયો નિરાશ નહિ થયો અને અંતે જાળું બાંધવામાં સફળ થયે. તેણે તેની સફળતાનું સંવેદન છોડયું નહિ. હું એકવારની અસફળતાથી જ નિરાશ થઈ ગયો. એ ખૂબ ખરાબ થયું. રાજાની ચેતના જાગી. સૈનિકે ભેગા કર્યા. પૂણું પરાક્રમથી લો. શત્રુ પરાજિત થઈ ગયા. રાજા વિજયી થઈ ગયો.
અસફળતાઓથી ગભરાનાર માણસ જીવનમાં કદી સફળ થઈ શકતો નથી. આરાધનાના ક્ષેત્રમાં વારંવાર અસફળતાઓ આવે છે. ભૂલો થાય છે. પ્રમાદ થાય છે. ક્ષુદ્રતાઓના અવસર પણ સામે આવે છે. અ૯૫તાઓ પણ ઘેરી લે છે. પરંતુ જે એનાથી ગભરાતા નથી. પિતાની ક્ષુદ્રતાઓને સમજે છે, તેનો અનુભવ કરે છે, તે એકસપણે મહાનતાની ચાવીને પ્રાપ્ત કરી મહાન બની જાય છે.
૧૮૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org