________________
સંન્યાસીઓની પાછળ, જ્યાં પણ આધ્યાત્મિક વૈભવને અનુભવ થાય છે, હજારો ધનકુબેર અને સત્તાધીશ દેડતા દોડતા જાય છે. એને ફલિતાર્થ એ થાય છે કે આધ્યાત્મિકતાથી સંપન્ન વ્યક્તિ કદી વિપન્ન નથી હોતી, દરિદ્ર નથી હોતી. તે ખૂબ વૈભવશાળી હેય છે, સંપન્ન હોય છે. સંપન્ન
વ્યક્તિ હમેશાં પિતાનાથી વધારે સંપન્ન વ્યક્તિનું જ દ્વાર ખખડાવે છે. પિતાનાથી ઓછા વૈભવશાળી વ્યક્તિને તારે કદી નથી જતી. આ નિયમ સમજવામાં આપણને જરા પણ મુશ્કેલી પડતી નથી.
અધ્યાત્મને અનુભવ એક અનોખી સંપદા છે.
જયાચાર્યો આ રહસ્યને સ્તુતિના માધ્યમ દ્વારા ખૂબ જ ઉપસાવ્યું છે અને એનું એક હદયગ્રાહી ચિત્રણ પ્રસ્તુત કર્યું છે. વાંચનાર વ્યક્તિ વાંચતા વાંચતા આપમેળે આ અનુભવની ભૂમિકા પર પહોંચી જાય છે કે અધ્યાત્મની સાધના સંપન્નતાની સાધના છે. એ વિપન્નમાંથી સંપન્ન થવાની સાધના છે. જે વ્યક્તિ આ સંપન્નતાની ભૂમિકા પર પહોંચી જાય છે તેને ધનની વિપન્નતા કદી સતાવતી નથી.
૧૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org