________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૪૮. તેનાથી કયા સ્થાન કેટલા હોય ? શાથી ? ઉત્તર કર્મ-પરમાણુ સ્કંધો કરતાં રસચ્છેદો એટલે કે રસના અવિભાગો (પલિચ્છેદો)
અનંતગુણા હોય છે કારણકે કર્મસ્કંધોના દરેક પરમાણુઓમાં સર્વ જીવો કરતાં અનંતગુણો રસ પડે ત્યારે જીવની સાથે તે દલિકો એકમેક થઈ શકે છે માટે
અનંતગુણા હોય છે. પ્રશ્ન ૫૪૯. પ્રકૃતિ અને પ્રદેશબંધ શેનાથી થાય ? ઉત્તર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. પ્રશ્ન ૫૫૦.સ્થિતિબંધ શેનાથી થાય ? ઉત્તર કષાયોથી સ્થિતિ બંધ થાય છે. પ્રશ્ન ૫૫૧. રસબંધ શેનાથી થાય ? ઉત્તર રસબંધ વેશ્યા સહિત કષાયથી થાય છે. પ્રભ ૫૫૨.લેશ્યા સહિત કપાયથી શા માટે ? ઉત્તર કારણ એક સ્થિતિસ્થાનનાં અધ્યવસાય સ્થાનોમાં રસબંધના અધ્યવસાય
સ્થાનો અસંખ્યાતગુણા વેશ્યાની તરતમતાથી પડી શકે છે માટે વેશ્યા સહિત કષાયથી રસબંધ કહેલ છે.
ચઉદસ રજૂ લોગો બુદ્ધિક સતા રજજુમાણઘણો તદ્ધિ હેગ પએસા
સેઢી પથરો અ તબગ્ગો ( ૯૭ | ભાવાર્થ ચૌદરાજ પ્રમાણ લોક તેને મતિ કલ્પનાએ ઘન કરેલો સાત રાજ થાય તે ઘનીકૃત લોક પ્રમાણ લાંબી એક પ્રદેશની શ્રેણી તે સૂચિ શ્રેણી તેનો વર્ગ કરીએ તે પ્રતર કહેવાય છે. | ૯૭ | પ્રશ્ન પ૫૩. સુચિ શ્રેણી કોને કહેવાય ? ઉત્તર ઘનીકૃત લોક એટલે ગૌદરાજ લોકને ધનરૂપે ચોરસ બનાવવો એટલે ચારે
બાજુથી સાતરાજ રૂપ બનાવવો તેની એક સીધી આકાશ પ્રદેશ રૂપ શ્રેણી જે
થાય તે સુચિશ્રેણી કહેવાય છે. સાતરાજ લાંબી જાણવી. પ્રશ્ન ૫૫૪. પ્રતર કોને કહેવાય ? ઉત્તર ઘનીકૃત લોકની સાતરાજ લાંબી જે એક આકાશ પ્રદેશની શ્રેણી હોય તેને જે
વર્ગ કરવો એટલે શ્રેણીનાં આકાશ પ્રદેશો = એક પ્રતર થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org