________________
૮ ૩
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૩૪. યોગસ્થાનો કેટલા હોય ? ઉત્તર એક આકાશ પ્રદેશની શ્રેણીનાં અસંખ્યાતમા ભાગને વિષે જેટલા આકાશ
પ્રદેશોની સંખ્યા થાય તેટલા યોગસ્થાનો હોય છે પણ બીજા પદોની
અપેક્ષાએ સૌથી થોડા ગણાય છે. પ્રભ ૫૩૫.અસંખ્યાતા યોગસ્થાનો શાથી? જીવો તો અનંતા હોય છે. ઉત્તર એક એક સરખા યોગસ્થાનને વિષે અનંતા સ્થાવર જીવો હોય છે. સર્વ સુક્ષ્મ
અપર્યાતા એક સમય સુધી એક યોગસ્થાને હોય છે માટે સર્વ જઘન્ય વીર્યથી યુક્ત પ્રદેશો હોય તેનાથી બહુ બહુતર બહુત્તમ વીર્યથી યુક્ત પ્રદેશો
હોય છે માટે યોગસ્થાનો અસંખ્યાતા હોય છે. પ્રશ્ન ૫૩૬. ત્રસ જીવો તથા પર્યામા જીવો યોગસ્થાનને વિષે કેટલા
કાળ રહે ? ત્રસ જીવો તે સરખે યોગસ્થાને અસંખ્યાતા હોય છે. પર્યાપ્ત સર્વજીવ સ્વપ્રાયોગ્ય સર્વ જઘન્ય યોગસ્થાને જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી રહે અને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાને જઘન્ય ૧. સમય ઉત્કૃષ્ટ ૨. સમય રહે મધ્યમ યોગસ્થાને જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૩-૪ સમયથી
થાવત્ ૮ સમય પણ રહે છે ત્યારબાદ વધઘટ થાય. પ્રશ્ન ૫૩૭.યોગસ્થાન કરતાં ક્યાં સ્થાનો કેટલા વધારે હોય ? શાથી? ઉત્તર યોગસ્થાનો કરતાં પ્રકૃતિના ભેદો (મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિનાં ભેદો)
અસંખ્યાત ગુણા અધિક હોય છે. આવશ્યકાદિ સૂત્રોને વિષે અવધિજ્ઞાન અને દર્શનના ક્ષયોપશમ ભાવના વૈચિત્ર્યથી અસંખ્યાતા ભેદો કહ્યા છે તેથી તેના આવરણો પણ તેટલા પ્રાપ્ત થાય ભયોપશમની વિચિત્રતાથી બંધાય છે એક એક યોગસ્થાને વર્તતાં અનેક પ્રકારના જીવો વડે અથવા કાળ ભેદે એક જીવ
વડે સર્વ પ્રકૃતિઓ બંધાય છે. પ્રશ્ન ૫૩૮.બૃહન્શતક ચૂર્ણમાં પ્રકૃતિના ભેદો કેટલા કહ્યા છે? ઉત્તર ચાર આનુપૂર્વીનાં બંધોદયને વિચિત્ર પણે કરીને લોકના અસંખ્યાતમા ભાગ
જેટલા આકાશપ્રદેશ હોય તેટલા અસંખ્યાતા હોય છે એમ જણાવેલ છે. પ્રશ્ન ૫૩૯. પ્રકૃતિભેદોથી ક્યા સ્થાનો કેટલા હોય ? ઉત્તર પ્રકૃતિભેદ કરતાં સ્થિતિભેદો અસંખ્યાતગુણા હોય છે. પ્રમ ૫૪૦. પ્રકૃતિભેદોથી સ્થિતિભેદો અસંખ્યાતગુણો કેમ? ઉત્તર અંતમુહૂર્ત સમયાધિક બે સમયાધિક, ત્રણ સમય અધિક એમ અંતમુહૂર્ત
લક્ષણથી અસંખ્યાતગુણ ભેદો હોય છે તથા એક એક પ્રકૃતિને વિષે અસંખ્યાતા અસંખ્યાતા સ્થિતિભેદો બંધાય છે. એક સરખી પ્રકૃતિનો બંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org