________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર ઃ જેનાથી બીજો કોઈ ઓછો બંધ ન હોય તે જધન્ય બંધ હેવાય છે. ૩૪૨. અઘન્ય બંધ કોને કહેવાય ?
ઉત્તર જે ઓછામાં ઓછો બંધ કહેલ છે તેમાં એક સમય અધિક બંધથી શરૂ કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય તે બધો અન્ય સ્થિતિબંધ કહેવાય છે.
८८
૩૪૩.સાદિ બંધ કોને કહેવાય ?
ઉત્તર : જેનો બંધ પહેલા વિચ્છેદ થયો હોય અને પછી ફરીથી બંધ ચાલુ થાય તે સાદિ બંધ કહેવાય છે.
૩૪૪,અનાદિ બંધ કોને કહેવાય ?
ઉત્તર અનાદિ કાળથી બંધ ચાલતો હોય અને કોઈ કાળે વિચ્છેદ ન થયેલો હોય તે અનાદિ બંધ કહેવાય છે.
૩૪૫.ધ્રુવ બંધ કોને કહેવાય ?
ઉત્તર જે પહેલા બંધ કોઈ કાળે વિચ્છેદ થયો ન હોય અને કોઈ કાળે વિચ્છેદ થવાનો ન હોય, સદાકાળ બંધ ચાલતો જ રહે તેને ધ્રુવ બંધ કહેવાય છે.
૩૪૬. અધ્રુવ બંધ કોને કહેવાય ?
ઉત્તર બંધ થયા પહેલા વચમાં વિચ્છેદ થાય, ફરીથી બંધ થાય, પાછો વિચ્છેદ થાય એમ જે થયા કરે તે અધ્રુવ બંધ કહેવાય.
૩૪૭. આયુષ્ય સિવાય જ્ઞાનાવરણીય આદિ સાતેય કર્મનો અજઘન્ય બંધ કેટલા પ્રકારે હોય ?
ઉત્તર આયુષ્ય કર્મ સિવાય જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો અજધન્ય બંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે.
૩૪૮. જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યાં થાય?
ઉત્તર મોહનીય કર્મનો જધન્ય સ્થિતિબંધ ક્ષેપક શ્રેણીવાળા જીવો નવમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કરે છે.
બાકીનાં છ કર્મનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા ક્ષપક શ્રેણીવાળા જીવો ચરમ સમયે કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org